અંકલેશ્વર, તા.૭
રાજપારડી ના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ અને તેમના સાથી મિત્રો દ્વારા સતત ચાર દિવસ સુધી જૂનાપોરા ગામનાં પૂરગ્રસ્તોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ જુનાપોરા ગામમાં પાણી ઓસરતાં પરિવારો ૫ દિવસ બાદ પોતાના ઘરે પોહચ્યા હતા. પરંતુ ત્યાં માટી લીપણ વાળા મકાન હોવાથી મકાનો ની દીવાલો ધસી પડી હતી. પશુઓ માટે ઘાસચારો નષ્ટ થઈ ગયો હતો એવામાં ઈમ્તિયાઝ અલી બાપુએ પૂરગ્રસ્ત લોકોના ઘરે જઈને ૮થી ૧૦ દિવસ સુધી ચાલે એટલી અનાજ, ખાદ્ય સામગ્રી ની કીટ નું પણ વિતરણ કર્યુંહતું ગામ ના સરપંચ અને ગામ ના પરિવારો એ ઇમ્તિયાઝ અલી બાપુ નો આભાર વ્યક્ત કર્યો હતો.