આજરોજ તાલુકાના રાજપારડી, તેમજ ઉમલ્લાની શાળાઓ માં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સાથે તેમજ સેનેટાઇઝ અને થર્મલ સ્ક્રીનિંગથી ટેમ્પ્રેચર ચેક કરી શાળાઓમા પ્રવેશ આપવામાં આવ્યો હતા, શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓના સંમતિપત્ર લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને કોરોના વિશે સાવચેત રહેવા સલાહ સૂચનો આપવામાં આવ્યાં હતાં. ઝઘડિયા તાલુકાનાં રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર, પાણીની પ્રજ્ઞાપરબ તેમજ ઉમલ્લા અને ઝઘડિયાની શાળાઓ વિદ્યાર્થીઓના પ્રવેશ થી શાળાઓ ગૂંજી ઉઠી હતી.