અંકલેશ્વર, તા.૩૧
ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી એક સાથે છ મોટર સાઇકલ ચોરી તથા ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સાથે છ મોટર સાઇકલ ચોરી તથા રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી એક સાથે ત્રણ મોટર સાયકલો ચોરીમાં ગયેલ હોય જેથી ટીમ સાથે તા.૩૦/૧૨/૨૦૧૯ના રોજ રાજપારડી ચાર રસ્તા ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામા આવેલ દરમ્યાન પો.સ.ઈ જે.બી.જાદવ નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે જેલુભાઈ વેલકુભાઈ જમરા અને નેહલસીગ શેકરીયા ડાવર ચોરીની મોટર સાયકલો સાથે રાજપારડી ચાર રસ્તાથી પસાર થઈ રાજપીપલા તરફ જવાના છે. જે બાતમી આધારે બાતમીમાં જણાવેલ વર્ણનવાળા બે શંકાસ્પદ ઈસમો મળી આવતા તેઓને રોકી ચેક કરતા તેમની પાસેની મોટર સાયકલો રાજપારડી પોલીસ સ્ટેશનના કામે ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની પેશન પ્રો.મોટર સાયકલ નંબર જીજે ૧૬ સીએમ ૬૬૮૧ તથા હોન્ડા કંપનીની એક્સ-પ્રો મોટર સાયકલ નંબર જીજે ૧૬ બીએચ ૪૬૬૨ની મોટર સાયકલો હોય જેથી તેઓની યુક્તિ-પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને પોતાના સાગરીતો સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા, ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી, નવસારી વિસ્તારમાંથી આશરે ૩૦ જેટલી મોટર સાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના દરખડ અને બડદલા ગામે છુપાવી રાખેલ હોવાની કબુલાત કરેલ હતી.
રાજપારડી ખાતે ચોરીમાં ગયેલ ૨૮ બાઈકો સાથે બે આરોપી ઝડપાયા

Recent Comments