અંકલેશ્વર,તા.૧૪
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડ્ઢય્ફઝ્રન્ કચેરીમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ૨૦૧૫થી ફરજ બજાવતા કુંવરજી વસાવાની બદલી કરી ડેડીયાપાડા ખાતે મુકાયાછે બદલી પામેલ ઇજનેરના વિદાય સમારંભ કાર્યક્રમમાં રાજપારડી ખાતે નવા આવેલા ડેપ્યુટી ઇજનેર ડેવીડ વસાવાને આવકારવામાં આવ્યા હતા બદલી પામેલ કુવરજી વસાવાએ રાજપારડી ખાતે ડ્ઢય્ફઝ્રન્ કચેરીમાં ૫ વર્ષ ઉપરાંત ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ખાસ કરીને કચેરીના સ્ટાફ બાબતે સલામતી સુરક્ષાની દરકાર રાખતા તેમજ અગાઉ ટીમ આવશે તોજ વિજફોલ્ટનુ સમારકામ થશે તેવી છાપ ભુંસી નાખીહતી વિજ ગ્રાહકો લક્ષી કામગીરી કરી કંપની તેમજ વિજ ગ્રાહકોની દરેક રજુઆતોનુ સમયસર નિરાકરણ કરવામાં સદા અગ્રેસર રહ્યા હતા. હાલ નવા આવેલા ડેપ્યુટી ઇજનેર ડેવીડ વસાવાએ કચેરીમાં કાર્યભાર સંભાળ્યોછે અને વિજ ગ્રાહકોની સેવા કરવા સદા તત્પર રહેશે તેવી વાત કાર્યક્રમમાં કહી લોકોની શુભેચ્છાઓ મેળવી હતી.