રાજપીપળા, તા.ર૯
નર્મદા જિલ્લામાં આગામી તા.૯મી ડિસેમ્બર-૨૦૧૭ના રોજ નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો મતદાનમાં ભાગ લેવાની સાથે મહત્તમ મતદાન નોંધાય તે માટે ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ર્મ્ન્ંના માધ્યમથી જિલ્લામાં મતદાર યાદીમાં નોંધાયેલા ૪,૧૩,૩૮૨ જેટલા મતદારોને ઘેર-ઘેર ફરીને વોટર સ્લીપ અને મતદાર માર્ગદર્શિકા સંપૂટ વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જિલ્લાના તમામ મતદારોને આ મતદાર સ્લીપ ઉપરાંત કુટુંબ દીઠ માર્ગદર્શિકા સંપૂટ વિતરણ કરાશે.
જિલ્લા ચૂંટણીતંત્રના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.બી. મોડીયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જિલ્લામાં પ્રારંભાયેલી ઉક્ત કામગીરી તા.૩૦ નવેમ્બર-૨૦૧૭ સુધી વિતરણ કરીને જિલ્લાના તમામ મતદારો અને કુટુંબોને આવરી લેવાશે અને આ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.
નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે વિતરણ માટે ૩૦૯ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે ૩૦૯ સહિત જિલ્લામાં કુલ- ૬૧૮ ર્મ્ન્ં આ કામગીરીમાં જોતરાયા છે. મતદાર જાગૃત્તિ માટે વોટર્સ સ્લીપ સાથે માર્ગદર્શિકા સંપૂટની પુસ્તિકામાં મતદાનની તારીખ, મતદાનનો સમય, મતદાન મથકનું સ્થળ, મતદારને મતદાન મથક સુધીનો માર્ગ દર્શાવતો ગુગલ મેપ, ઈફસ્-ફફઁછ્‌ દ્વારા મતદાન કરવાની કાર્યપધ્ધતિ, મતદાર માટેની મહત્વપૂર્ણ સુચના, મતદાર યાદીમાં નામ શોધવાના વિકલ્પરૂપે વેબસાઇટ, હેલ્પલાઇન, એસએમએસ, મતદાર ઓળખકાર્ડ ન હોય તેવી સ્થિતિમાં વૈકલ્પિક દસ્તાવેજ, મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સુવિધા તેમજ કોઇપણ ફરિયાદ- સુચન માટે હેલ્પલાઇન નંબર- ૧૮૦૦-૧૧૧-૯૫૦ ઉપર સંપર્ક સાધવા તથા વેબસાઇટ રંંઃ//ીષ્ઠૈ-ષ્ઠૈંૈડીહજીદૃિૈષ્ઠીજ.હૈષ્ઠ.ૈહ પર લોગઇન કરવા વગેરે જેવી બાબતોનો સમાવેશ ઉક્ત માર્ગદર્શિકા સંપૂટમાં મતદારની જાણકારી અને જાગૃત્તિ માટે કરવામાં આવ્યો છે.