(એજન્સી) બાડમેર, તા. ૮
રાજસ્થાનમાં અપક્ષ ધારાસભ્ય હનુમાન બૈનિવાલે વડાપ્રધાન મોદી, ભાજપ અને કોંગ્રેસ પર હુમલો કરીને એક નવી પાર્ટીની રચના કરવાનો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો કરવા માટે રાજસ્થાનમાં એક નવી પાર્ટીની રચના કરવાનો સમય આવ્યો છે. બાડમેરમાં રવિવારે ખેડૂતોની એક મોટી રેલીને સંબોધિત કરતાં તેમણે આવી જાહેરાત કરી હતી. યુવાનોએ ભાજપ અને કોંગ્રેસના ખોટા વચનો જોઈલીધા છે અને તેઓ હવે બદલાવ લાવવા માંગે છે. બેનીવાલે લોકો કહ્યું કે આ બે મોટા પક્ષોના વાયદા અને વચનોમાંથી અંતર રહેવામાં આવે. ખેડૂત રેલીમાં લોન માફી, સિંચાઈ તથા યુવાનો માટેની રોજગારી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. બિકાનેર,સિકર અને જયપુરમાં આવી બીજી રેલીઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી. ખેડૂત રેલીમાં કિરોરીલાલ મીણાએ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે હનુમાનજી અને હું સાથે મળીને કામ કરશું અને રાજ્યમાં નવી સરકારની રચના કરીશું. તેમણે કહ્યું કે અમે જેમ મોડલને અનુસરીને રાજ્યમાં નવી સરકારની રચના કરીશું. મીના,માલી અને મેઘવાલ તથા મુસ્લિમો. તે ઉપરાંત જેએમનો અર્થ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ થાય છે અર્થાત, અમે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના મુકાબલો કરવા માટે જ્યુડિશિલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરીશું. મીણાએ કહ્યું કે મોદીએ અગાઉ એક માથા સાટે દશ માથા લાવવાની વાત કરી હતી. હવે સરહદે સેંકડો ભારતીય જવાનો શહીદ થઈ રહ્યાં છે. મોદી શા માટે તેમનું વચન પાળી રહ્યાં નથી.
રાજસ્થાનના ધારાસભ્ય હનુમાન બેનિવાલે મોદી, ભાજપ અને કોંગ્રેસ પર હુમલો કર્યો; નવી પાર્ટીનો સંકેત આપ્યો

Recent Comments