(એજન્સી) સિરોહી, તા.પ
બસ સ્ટેશન પર કચરો વીણનારા સફાઈ કામદારોને જોઈ રાજસ્થાનના નાનકડા ગામડાથી આવેલા ભાઈઓએ એક અનોખી ખોજ કરી નાખી હતી. દીપતાન્સુ અને મુકુલ માલવિયા નામના બે ભાઈઓએ કચરો વીણનારું મશીન બનાવી નાખ્યું હતું. બંને ભાઈઓ રાજસ્થાનના સિરોહી ખાતે સેન્ટ પોલ સિનિયર સ્કૂલમાં ભણે છે. બંને ભાઈઓની આ કચરો વીણનારી મશીન મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઉસિંગ કોલોની, સ્કૂલ, ઓફિસો અને અન્ય જાહેર જગ્યાઓ સાથે ખાનગી જગ્યાઓમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
મશીનને બનાવી પણ સરળ છે. આ પહેલાં સફાઈ કર્મચારીઓને નીચે વાંકા વળીને કચરો ઉઠાવતા હતા. જેના લીધે તેઓને કચરાનો ભાર ઉપાડવાની સાથે શારીરિક તફલીફોનો પણ સામનો કરવો પડતો હતો. જેને લીધે આ બંને ભાઈઓને આનો ઉકેલ મેળવવાનો વિચાર આવ્યો. બસ સ્ટેશન ખાતે આ બંને ભાઈઓને મશીન બનાવવા માગતા હતા. જે કાગળના ટુકડા, પાણીના પાઉચ અને અન્ય કચરો પણ ઉપાડી શકે. અને તેઓને આ મશીન બનાવવાની પ્રેરણા ઘાસ કાપવાના મશીનથી મળી હતી. સ્કૂલના પ્રોજેક્ટને લઈ આ મશીન હકીકતમાં સામે આવી હતી. આ મશીન મોટરની મદદથી ચાલે છે અને તેનું મિકેનિઝમ ખૂબ જ સરળ છે. મશીનમાં બે રોલરને નીચે લગાવવામાં આવ્યા છે. જે કચરાને ઉપાડીને ઉપર લાગેલા ડબ્બામાં ભેગા થાય છે. રોલરની અંદર લગાવેલા બ્રશોએ જમીનથી થોડાક ઉપર લાગેલા છે. જેનાથી ધૂળ અને માટી પણ તેનાથી ઉપરની તરફ જમા થાય છે અને આ સરળતાથી કાગળના ટુકડા અને પ્લેટો, નેપ્કીનો અને કચરો વગેરે પાર્ટીના બધા સામનને ઉઠાવી લે છે. મુકુલે જણાવ્યું હતું. મુકુલ આગળ જઈને એન્જિનિયરીંગ ડિગ્રી મેળવવા માંગે છે જ્યારે દિપતાન્સુને ઈસરોમાં જવાની ઈચ્છા છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને આ શ્રેષ્ઠ મશીનના વખાણ કર્યા હતા અને આને ધ્યાનમાં લઈને કંઈક વધુ સારી ડિઝાઈન કરવાની ખાતરી આપી હતી. દીપતાન્સુ અને મુકુલની શોધને માત્ર આઈજીએનઆઈટીઈ એવોર્ડ જ ન મળ્યો પરંતુ તેઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈનોવેશન સ્કોલર ઈન રેસીડન્સ પ્રોગ્રામ ર૦૧પમાં પણ સામેલ કરવામાં આવ્યા. જ્યારે આ શોધ માટે તેઓને નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.