(એજન્સી) જયપુર, તા.૩૦
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો છે કે, રાજસ્થાનમાં અજમેર અને અલવરની લોકસભા બેઠક અને મંડલગઢની વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનું જ વિજય થશે. ચૂંટણીઓ ગઈકાલે યોજાઈ હતી.
કોટામાં ગેહલોતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, બધી ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસનું વિજય નિશ્ચિત છે.
રાજ્ય ચૂંટણી પંચે મતગણતરીની બધી તૈયારી કરી લીધી છે. મતગણતરી ૧લી ફેબ્રુઆરીએ યોજાશે. ગણતરીની બધી માહિતી પંચની વેબસાઈટ ઉપરથી મળી શકશે. ધારાસભ્ય અને સાંસદોના મૃત્યુની ત્રણેય બેઠકો ખાલી થઈ હતી જેથી પેટાચૂંટણીઓ યોજાઈ હતી.
અજમેરના સાંસદ સનવર લાલ જાટ, અલવરના સાંસદ ચાંદનાથ અને મંડલગઢના ધારાસભ્ય કીર્તિ કુમારી (બધા જ ભાજપના હતા)નું અવસાન ગયા વર્ષે થયું હતું.
રાજસ્થાનની પેટાચૂંટણીઓમાં ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસ જીતશે : ગેહલોત

Recent Comments