(સંવાદદાતા દ્વારા)
છાપી,તા.૧
લોકડાઉનમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકોને વતન પરત મોકલવા સરકારના નિર્ણયને લઈ પાટણ જિલ્લાને અડીને આવેલી બનાસકાંઠાની ધારેવાડા બોર્ડર ઉપર શુક્રવાર વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી, ભરૂચ તેમજ અમદાવાદમાં ફસાયેલા રાજસ્થાનના લોકો કારો, લકઝરીબસો તેમજ ટ્રકો મારફત રવાના થયા હતા જોકે છાપીની ધારેવાડા ચેકપોસ્ટ ઉપર પોલીસે તમામ વાહનોને રોકાવી પાસ, પરમીટની તલાશી લઈ ઉપલા અધિકારીઓની સૂચના બાદ તમામ લોકોને રવાના કર્યા હતા ચેકિંગ દરમિયાન ધારેવાડા બોર્ડર ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો થયો હતો દરમિયાન તમામ લોકોને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ છાપી પોલીસ દ્વારા ઠંડા પાણી સહિત જમવાની વ્યવસ્થા કરી માનવતાની ઉત્તમ મિશાલ પ્રસ્થાપિત કરી હતી.