(એજન્સી) તા. ૪
જયપુર, જોધપુર અને કોટાની છ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કોંગ્રેસે સારૂં પ્રદર્શન કર્યુ હતું. જોધપુર ઉત્તર અને કોટા ઉત્તરમાં મોટા અંતરથી કોંગ્રેસે ભવ્ય બહુમતી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. અહીં મોટા અંતરાળ સાથે પાર્ટીનો વિજય થતો દેખાયો હતો. જોકે જયપુર હેરિટેજ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસને લીડ મળી હતી.
જોકે આવું લગભગ ૨૬ વર્ષમાં પહેલીવાર છે જ્યારે જયપુરમાં કોંગ્રેસ જીતી રહી છે અને મ્યુનિસિપાલિટી કોર્પોેરેશનની ચૂંટણીમાં લીડ મેળવી રહી છે. ભાજપે અહીં કોંગ્રેસ સામે ૧૬ મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા પરંતુ તેમાંથી ફક્ત એકનો જ વિજય થયો હતો, બાકીના હારી ગયા હતા. આસ્મા ખાન હાલ ૨૧ વર્ષની છે અને તે કોલેજ કરે છે, હજુ તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું પણ બાકી છે ત્યારે તે ૨૧ વર્ષની વયે જ ચૂંટાઈ ગઈ છે. કોંગ્રેસ તેના મુખ્ય રાઈવલ કરતા આગળ રહી હતી અને ભાજપે અનેક વોર્ડ જીત્યા હતા કોંગ્રેસને આશરે ૮,૬૬,૪૫૯ વોટ મળ્યા હતા જ્યારે ભાજપને ૮,૧૭,૬૫૧ વોટ મળ્યા હતા. જોકે સ્વતંત્ર ઉમેદવારોને ૪૩૦૬૫૦ વોટ સાથે ૫૬૦ વોર્ડ જીત્યા હતા. ભાજપે છમાંથી ફક્ત બે જ કોર્પોરેશનમાં જીત સાથે સંતોષ માનવો પડ્યો હતો. કોટા દક્ષિણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૩૬ બેઠકો સાથે ટાઈ પડી હતી. હવે કોટામાં સત્તામાં કોણ આવશે એ તો અપક્ષના સમર્થન પર જ નિર્ભર કરશે. અહીં સ્થાનિક એકમોમાં મોટાપાયે ભાજપનું જ શાસન હતું.