(એજન્સી) જયપુર, તા.૧
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના એક ગામમાં ૩પ વર્ષની એક મહિલાનો મૃતદેહ ૪૦ દિવસ સુધી ઘરમાં સંતાડી રાખવા બદલ પોલીસે પરિવારના ૬ સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક તાંત્રિકે મહિલાને જીવતી કરી આપવાની ખાત્રી આપ્યા બાદ પરિવારે ૪૦ દિવસ સુધી મહિલાનો મૃતદેહ ઘરમાં રાખ્યો હતો. પરંતુ તે જીવિત થઈ ન હતી. આસપાસના લોકો પણ આ ઘટનાથી અજાણ હતા. તાંત્રિકે પરિવારને વિશ્વાસ આપ્યો કે તમારી ૩પ વર્ષની પુત્રી અનિતાસીંગને જીવતી કરી આપીશ. ૧૪ જાન્યુઆરીએ અનીતાનું લાંબી માંદગીથી મોત થયું હતું. પોલીસે કહ્યું કે પરિવારે બીજી દીકરી મોહિનીને પણ ઘરમાં એક માસથી ગોંધી રાખી હતી. મોહિનીએ ત્યારબાદ ઘરમાંથી છટકી જવામાં સફળ થઈ અને તેણે શહેરમાં રહેતા તેના ભાઈને સમગ્ર હકીકત જણાવી. અનિતા જીવિત હતી ત્યારે પણ તાંત્રિકને બોલાવી પરિવાર તાંત્રિક વિધિ કરાવતો હતો અને તેને દેવી બતાવતો હતો. અનીતાનું માંદગીથી મોત બાદ તાંત્રિકે તેને સજીવન કરવાની ખાત્રી આપી હતી. આ વિધિ હોળીની આસપાસ રખાઈ હતી. મૃતદેહને સાચવવા કેમિકલ વપરાયું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ ૬ લાકેોની ધરપકડ કરી હતી. જેમાં તારાસીંગ (પિતા), ઉર્મીલાસીંગ (માતા) ગોપાલસીંગ, સંદીપ શર્મા, નીતુ, મંજુ, ગજેન્દ્રસીંગની ધરપકડ કરી હતી. તાંત્રિક ફરારં થઈ ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન હોરર : તાંત્રિકની સલાહ માની માતા-પિતાએ દીકરીનો મૃતદેહ ૪૦ દિવસ સુધી ઘરમાં રાખ્યો

Recent Comments