ભરૂચ,તા.ર૦
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ ઈન્ડિયાના જનેતા અને ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નીમિત્તે પુષ્ણાંજલી અપર્ણ કરવામાં આવી હતી.
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતી પ્રસંગે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલયે ખળે તેઓને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. સવારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાળા, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિક્કી શોખી, સુલેમાન પટેલ સહિતના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલનાં પટાગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા દ્વારા પૂર્વપ્રધાન મંત્રી રાજીવ ગાંધીના દેશને પ્રગતિના પંથ પર લઈ જવાના કાર્યની યાદ કરી આજના ડીઝીટલ ઈન્ડિયાનો પાયો નાંખનાર તેમજ દહેજમાં જીઆઈડીસીની સ્થાપના કરનાર રાજીયજીને સદાવે ભરૂચ જિલ્લો યાદ રાખશે. તેમ કહી તેમને યાદ કર્યા હતા. જ્યારે આવતી કાલે ભરૂચ જિલ્લાના આદરનીય નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી ભરૂચ જિલ્લામાં જુવેનાઈલ હોમ નારી કેન્દ્ર અને કલરવ શાળા ખાતેના બાળકો સાથે કોંગ્રેસનો કાર્યકર્તાઓ જન્મદિનની ઉજવણી કરશે.
હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ
ભારત રત્ન દિવંગત સ્વ. રાજીવ ગાંધીની ૭પમી જન્મજયંતિ નિમિત્તે હાંસોટ તાલુકાના દિગસ ગામે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરમ્યાન તાલુકા ભાઈ, પ્રમુખ પરેશ પટેલ, પ્રદેશ આગેવન ડી.સી. સોલંકી દિગસ ગામના સરપંચ ડાહ્યાભાઈ આહીર તથા જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો રજનીભાઈ, અશોકભાઈ, અલ્તાફભાઈ, મનીષભાઈ, જમુંભાઈ, કનુભાઈ, અમીરભાઈ, રાજેશભાઈ, રમણભાઈ, ભીખાભાઈ તથા ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.