અમરેલી,તા.૩
અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પરણિત પોલીસ કર્મચારીએ રાજુલા પોલીસમાં ફરજ બજાવતા અપરણિત મહિલા પોલીસને પ્રેમ જાળમાં ફસાવી મહિલા પોલીસને તલવાર વડે કટકા કરી નાખવાની ધમકી આપી રાજુલા પોલીસ લાઈન ખાતે બે વખત દુષ્કર્મ ગુજારતા અમરેલીના પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
ઘટનાની વિગતો અનુસાર અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતો અને બગસરા પોલીસમાં ફરજ બજવતો પંકજ માધવજીભાઈ રાઠોડ નામના પોલીસ કર્મચારીએ બગસરા પોલીસ ફરજ દરમ્યાન સાથે નોકરી કરતી ૨૨ વર્ષીય મહિલા પોલીસ કર્મચારી સાથે અપરણિત હોવાનું જણાવી પ્રેમસબંધ બાંધી પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ આ મહિલા પોલીસને પંકજ રાઠોડ પરણિત હોવાની ખબર પડતા સબધ તોડી નાખેલ હતો અને મહિલા પોલીસ કર્મીની બદલી રાજુલા થઇ જતા ત્યાં ગત તા.૨૬/૩ અને ૨૯/૩ના રોજ રાજુલા પોલીસ લાઈન ખાતે મહિલા પોલીસના ક્વાટર ખાતે જઈ તલવાર વડે કટકા કરી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક દુસ્કર્મ આચરેલ હતું. બનાવ અંગે મહિલા પોલીસે રાજુલા પોલીસમાં પંકજ માધવજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.