• કોરોના મહામારીના કારણે ગુજરાતની આરોગ્ય સેવાના મોટા-મોટા દાવા ખૂલ્લા પડ્યા • કોરોનાકાળમાં અન્ય રોગથી પીડાતા નાગરિકોને આરોગ્ય સેવા મેળવવી મુશ્કેલ બની

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.ર૦
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીમાં મેડિકલ, પેરામેડિકલ કર્મચારીઓને વિશેષ પ્રોત્સાહન તરીકે નિશ્ચિત રકમ ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં પણ સિનિયર તબીબો અને પેરામેડિકલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ ચૂકવવામાં આવી છે, પણ જુનિયર ડૉક્ટર્સ, ઈન્ટર્ન ડૉક્ટર્સ અને આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ રકમ આજદિન સુધી આપવામાં આવી નથી. જે ચૂકવવા કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.
કોરોના મહામારીના કારણે ગુજરાતની આરોગ્ય સેવાના મોટા- મોટા દાવા ખુલ્લા પડી ગયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં જ વ્યાપક પ્રમાણમાં હોસ્પિટલોની અનિયમિતતા અને બેફામ નાણાકીય રકમ વસૂલવાની ઘટના ઘણી સામે આવી છે. સાથોસાથ, કોરોનાકાળમાં અન્ય રોગથી હેરાનગતિ ભોગવતા નાગરિકોને સામાન્ય આરોગ્ય સેવા મેળવવી મુશ્કેલ બની હતી. ત્યારે ગુજરાતમાં આરોગ્ય સેવા અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.
રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાયનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫,૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખથી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં ૨૧ માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે તબીબી શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચિતતા પ્રવત્તિ રહી છે. આ સંજોગોમાં જ્યારે તબીબી શિક્ષણ જ ૧૦ મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે, ત્યારે મેડિકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચા થયા નથી. બીજીબાજુ મંદી, મોંઘવારીથી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના તબીબી શિક્ષણ સ્મ્મ્જી, સ્ડ્ઢ, સ્જી, મ્ડ્ઢજી, મ્છસ્જી, મ્ૐસ્જી અને પેરામેડિકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા મુખ્યમંત્રીને અને રાજ્યપાલને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખિતમાં અને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજૂઆત કરવામાં આવી હતી. વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. બીજીબાજુ, સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્ય શરૂ થયું ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે. આથી તાકીદે એક સત્રની ફી માટે નિર્ણય કરવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે. કોરોના મહામારીથી ઈન્ટર્ન ડૉક્ટર્સ અને જુનિયર ડૉક્ટર્સએ ખડેપગે તબીબી સેવા આપીને સારી કામગીરી કરી છે. કોરોના મહામારીમાં મેડિકલ-પેરામેડિકલ કર્મચારીઓને વિશેષ પ્રોત્સાહન તરીકે સમગ્ર વિશ્વમાં નિશ્ચિત રકમ ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં પણ આ દિશામાં સિનિયર તબીબો અને પેરામેડિકલ કર્મચારીઓને ચૂકવવામાં આવી છે, પણ જુનિયર ડૉક્ટર્સ, ઈન્ટર્ન ડૉક્ટર્સ અને આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ રકમ આજદિન સુધી આપવામાં આવી નથી. જે રકમ તેઓને વહેલી તકે ચૂકવી આપવામાં આવે જેથી કરીને તેમના જુસ્સામાં વધારો થાય અને દર્દીઓની સેવા સારી રીતે કરી શકે.