ખેડૂતો માટે કિસાન સહાય યોજનાની જાહેરાત  કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના મળી શકશે લાભ

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.૧૦

રાજયના ખેડૂતોના હિતમાં રાજય સરકારે કિસાન સહાય યોજનાની આજે જાહેરાત કરી છે. ખરીફ ઋતુના તમામ પાકોને આવરી લેતી આ  યોજનામાં કોઈપણ પ્રિમિયમ ભર્યા વિના ખેડૂતો લાભ  લઈ શકશે અને તેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ માવઠું ત્રણે પ્રકારના જોખમો આવરી લેવાયા છે. આ યોજના ચાર હેકટર જમીન સુધી લાગુ પડશે અને પાક નુકસાની બદલ હેકટર દીઠ રૂા.ર૦થી રપ હજાર સુધીની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.

આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ કોઇ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી આ યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાક વીમા યોજનામાં જે ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હોય તેને જ લાભ મળતો હતો, હવે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ પ્રિમીયમ ભર્યા વગર સહાય મળતી થશે.  તેમજ એસ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને આ યોજનાના લાભ અપાશે.

આ યોજનામાં (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ) (ર) અતિવૃષ્ટિ અને (૩) કમોસમી વરસાદ (માવઠું) જેવા જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.

૧. અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં :-

જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

૨. અતિવૃષ્ટિની સ્થિતિમાં :-

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ (દ.ગુજ. માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ) અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

૩. કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતિમાં :-

૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી.થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે.

યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા અંગેની જાણકારી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ ૨૦૨૦માં આ યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે. તેમણે ઉમેર્યું કે, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે રૂા. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ ટકાથી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે ર્ઁંઇ્‌છન્ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડ્ઢમ્‌ દ્વારા ચૂકવવામાં આવશે.

 

 

સહાય યોજનાની સમગ્ર પ્રક્રિયા..

  • ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે પોર્ટલ તૈયાર કરાશે
  • લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડીબીટી દ્વારા ચૂકવાશે.
  • લાભાર્થી ખેડૂતોનાં પ્રશ્નોના ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા
  • ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા
  • અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું)ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરાશે.
  • ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા સરકારની મંજૂરી અર્થે મોકલી અપાશે.
  • સરકારને દરખાસ્ત મળ્યાના ૭ દિવસમાં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તારની યાદી મંજૂરીના હુકમો કરશે
  • સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી સર્વે ૧પ દિવસમાં કરાવાશે
  • ૩૩% થી ૬૦% અને ૬૦%થી વધુ નુકસાન એમ બે પ્રકારના નુકશાનની યાદી જાહેર થશે