રાજયના ખેડૂતોને ૧.૨૨ લાખ વીજ જોડાણો અપાશે
કૃષિ અને ખેડૂતો માટે વિશેષ પ્રકારે રૂ.૬૭૫૫ કરોડની જોગવાઇ કરાઇ
કિડની, લિવર, પેન્ક્રીઆસની સારવાર માટે પાંચ લાખ સુધીની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી અમૃતમ્‌ યોજનામાં ૨.૫૦ લાખની આવક મર્યાદા વધારીને રૂ.ત્રણ લાખ સુધીની કરાઇ
યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવા રૂ.૭૮૫ કરોડની જોગવાઇ કરાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે રૂ.૯૭૫૦ કરોડની જોગવાઇ
શિક્ષણક્ષેત્રે રૂ.૨૭,૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ.૧૨,૫૦૦ કરોડ ફાળવાયા
જળસંપત્તિ કલ્પસર માટે રૂ.૧૪,૮૯૫ કરોડની ફાળવણી કરાઇ
પાણી પુરવઠા માટે રૂ.૩૩૧૧ કરોડની જોગવાઇ
માર્ગ અને મકાન માટે રૂ.૯૨૫૨ કરોડની ફાળવણી
સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂ.૩૬૪૧ કરોડની જોગવાઇ
ગૃહવિભાગ માટે રૂ.૫૪૨૦ કરોડની ફાળવણી કરાઇ
ન્યાય અને કાયદા ક્ષેત્રે રૂ.૧૮૧૭ કરોડ ફાળવવામાં આવ્યા
સામાન્ય વહીવટી વિભાગ હેઠળ રૂ.૧૮૨૬ કરોડની જોગવાઇ કરવામાં આવી
નવા ટુરીસ્ટ સ્પોટ તરીકે લોથલ અને ધોળાવીરાને વિકસાવવાની તેમ જ ગિરનારના દસ હજાર પગથિયાઓનું રિનોવેશન કરવાની જાહેરાત
અમદાવાદ માટે વિશેષ પ્રકારે જાહેરાતો કરવામાં આવી
અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવે સીક્સ લેન બનાવવા રૂ.૨૭૫૪ કરોડની જોગવાઇ
શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને રહેવા માટે રૈન બસૈરા બનાવવામાં આવશે
ઘૂંટણના રિપ્લેસમેન્ટ માટે રૂ.૪૦ હજાર અને બંને પગ માટે રૂ.૮૦ હજારની સરકારી મદદની જાહેરાત
આ વર્ષે વધુ ૩૦ હજારથી વધુ સરકારી ભરતી કરવાની પણ જાહેરાત નાણાંમંત્રીએ કરી
મેડિકલ કોલેજમાં વર્ચ્યુઅલ કલાસરૂમ માટે રૂ.પાંચ કરોડની જોગવાઇ
અકસ્માતોમાં પ્રથમ ગોલ્ડન અવરમાં અમૂલ્ય જીંદગી બચાવવા માટેની વિશેષ યોજના માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ
બસ સ્ટેશનોને આધુનિક બનાવવા રૂ.૧૦૦ કરોડની જોગવાઇ
અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સેવા વધુ સુદ્રઢ બનાવવા ૧૬૪૦ નવી બસો સંચાલનમાં મૂકવા રૂ.૪૧૦ કરોડની જોગવાઇ
દરિયાકાંઠના વિસ્તારોમાં બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવા માટે રૂ.બે કરોડની જોગવાઇ
સ્વતંત્રતા ચળવળમાં ભાગ ભજવનાર આદિવાસી નેતાઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં રાષ્ટ્રીય સંગ્રહાલય માટે રૂ. સાત કરોડ
સિંહ દર્શન માટે રૂ.ત્રણ કરોડની જોગવાઇ તો, લુપ્ત પ્રજાતિઓના સંરક્ષણ માટે રૂ.ત્રણ કરોડની ફાળવણી
વિદેશી દારૂ પરની આબકારી જકાત તેમ જ ફીના હાલના દરોમાં સુધારો કરી વધારો કરાયો
સ્પીરીટ, બીયર, માઇલ્ડ બીયર, વાઇન તેની અવરજવરના ટેક્સમાં પણ વધારો કરાયો
પરમીટધારકો માટે દારૂનો ટેક્સ ત્રણ ગણો વધારો કરાયો
રક્ષાશકિત યુનિવર્સિટીના વિકાસ માટે રૂ.૪૬ કરોડની જોગવાઇ
સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ
અનુસૂચિતજાતિ અને નબળા વર્ગના મળીને ૩૬૦૦ વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ, પીએમટી, એનએલયુ, નીફ્ટની પ્રારંભિક પરીક્ષાની તૈયારી માટે રૂ.૬.૭૦ કરોડ
દિવ્યાંગોને ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની સહાય માટે રૂ.૧.૨૫ કરોડની જોગવાઇ
ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવા માટે રૂ.૩૯ કરોડની જોગવાઇ
સૌથી જૂની અખંડાનંદ આર્યુવેદ હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે રૂ.૧૦ કરોડની ફાળવણી
ગુજરાતના આઠ મહત્વના યાત્રાધામોના વિકાસ અને સ્વચ્છતા માટે રૂ.૧૫ કરોડની જોગવાઇ
રાજયના ધોરીમાર્ગો પર મહત્વના જંકશનો પર ફલાયઓવર બનાવવા માટે રૂ.૮૦૪ કરોડની જોગવાઇ
રાજ્યમાં રેવેન્યુ સરપ્લસ વર્ષ ૨૦૧૬-૧૭માં વધીને ૫૯.૪૬ કરોડ
૨૦૧૬-૧૭માં ફિસ્કલ ડેફિસિટ જીએસડીપીના ૧.૪૨ ટકા જે ૨૦૧૫-૧૬માં જીએસડીપીના ૨.૨૪ ટકા
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ સ્કીમ હેઠળ ટ્રેનિંગ સાથે મહિને યુવાનોને ૩૦૦૦ મળશે
નાગરિક પુરવઠાને પણ જંગી ફાળવણી કરવામાં આવી