(એજન્સી) મુંબઇ, તા.૩૦
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને રાજ્યમાં વર્તમાન રાજકીય મડાગાંઠ અંગે તેમની સાથે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની રાજકીય અસ્થિર પરિસ્થિતિ દૂર કરવામાં પીએમ મોદી પાસે મદદની માંગ કરી હોવાનું રાજ્યના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. આવા મહત્ત્વના સમયગાળા દરમિયાન રાજ્યમાં રાજકીય અસ્થિરતા ચાલી શકે નહીં અને રાજ્યની અસ્થિર રાજકીય પરિસ્થિતિથી ખોટો સંદેશો જશે. આ પરિસ્થિતિ ટાળવી જોઇએ, એવું ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને કહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પીએમ મોદીએ વહેલી તકે આ મુદ્દા પર ધ્યાન આપવાની ઉદ્ધવ ઠાકરેને ખાતરી આપી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં નોમિનેટ કરવાની રાજ્યપાલ બી.એસ.કોશ્યારીને ભલામણ કર્યાના એક દિવસ બાદ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને કોલ કર્યો હતો. રાજ્યપાલે કેબિનેટ દ્વારા કરવામાં આવેલી ભલામણ અંગે હજી સુધી કોઇ નિર્ણય લીધો નથી.
રાજ્યપાલના નિર્ણયની રાહ જોઇ રહેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે વાત કરી

Recent Comments