રાજ્યનાઆઠમહાનગરોતથાઆણંદ-નડિયાદશહેરમાં

આજથીરાત્રે૧૦ઃ૦૦થીસવારે૬ઃ૦૦સુધીકરફ્યુઅમલમાં

  • રાજ્યમાંકોરોનાનાઉછાળારૂપકેસોનેલઈસરકારેલાંબાસમયબાદગાઈડલાઈનકરીજાહેર

શાળાઓમાંઓનલાઈનશિક્ષણચાલુરહેશે

    • દુકાનો-લારી-ગલ્લાં-શોપિંગકોમ્પ્લેક્ષસહિતનીવાણિજ્યિકસંસ્થાઓરાત્રે૧૦ઃ૦૦સુધીચાલુરાખીશકાશે : હોટલ-રેસ્ટોરન્ટ૭પટકાક્ષમતાસાથેચાલુરહેશે

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૭

રાજ્યમાંકોરોનાનોબ્લાસ્ટથયોહોયતેરીતેઉછાળારૂપકેસોબહારઆવીરહ્યાહોઈસરકારેકડકનિયંત્રણોલાદવાનાનિર્દેશોજારીકર્યાછે. રાજ્યનાઆઠમહાનગરોનીસાથેવધુબેશહેરોનેસામેલકરીઆવતીકાલથીરાત્રિકરફ્યુનાસમયમાંવધુએકકલાકનોવધારોકરવાનોનિર્ણયકર્યોછે. આસાથેરાજ્યભરનીધો.૧થી૯નીશાળાઓમાંતા.૩૧જાન્યુઆરીસુધીઓફલાઈનશિક્ષણબંધરહેશે.

રાજ્યમાંકોરોના-ઓમિક્રોનના૪૦૦૦થીવધુકેસોનોંધાવાલાગ્યાછે, જેનેપગલેવાયબ્રન્ટસમિટસહિતનાતમામસરકારીકાર્યક્રમોરદકરવામાંઆવ્યાછે. હવેરાજ્યમાંફરીથીનિયંત્રણોલાગુકરવાનીજરૂરિયાતલાગતામુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનાનિવાસસ્થાનેકોરકમિટિનીબેઠકમળીહતીછે. આબેઠકપૂર્ણથયાબાદકોરોનાનેલગતાનવાનિયંત્રણોલાગુકરવામાંઆવ્યાછે. ૧૦શહેરમાંરાતના૧૦થીસવારના૬વાગ્યાસુધીકરફ્યુકરવામાંઆવ્યોછે. જ્યારેધો.૧થી૯નીસ્કૂલોબંધકરીછે. આસાથેકોરોનાનાનિયંત્રણોમાટેતેઓનીગાઈડલાઈનપણજાહેરકરીછે.

છેલ્લેકોરોનાનીબીજીલહેરદરમિયાનમેઅનેજૂન, ૨૦૨૧માંગુજરાતસરકારેકોરોનાનીગાઈડલાઈનબહારપાડીહતી. હવેઆઠમહિનાપછીફરીએવીસ્થિતિસર્જાઈછે.

અગાઉરાજ્યસરકારેકેન્દ્રનાઆરોગ્યવિભાગસાથેકોરોનાનીસમીક્ષાકરીછે. તેનીસાથેસાથેગૃહ, આરોગ્ય, શિક્ષણઅનેસામાન્યવહીવટીવિભાગનીપણબેઠકમળીહતી. જ્યારેમુખ્યસચિવપંકજકુમારેમ્યુનિસિપલકમિશનરોઅનેકલેક્ટરોસાથેસતતબેદિવસસુધીબેઠકયોજીહતી. મુખ્યમંત્રીનાબંગલેકોરકમિટીનીબેઠકમાંધો.૧થી૯નીસ્કૂલોમાંઓફલાઈનશિક્ષણબંધકરવાઅંગેતથારાત્રિકરફ્યુસહિતનાનવાનિયંત્રણોનીગાઈડલાઈનવિસ્તૃતચર્ચાબાદનિર્ણયોલેવામાંઆવ્યાહતા.

બેઠકબાદસરકારતરફથીજાહેરાતકરાઈહતીકે, રાજ્યમાંકોરોનાસંક્રમણનીસ્થિતિનીસમીક્ષાહાથધર્યાબાદપ્રજાહિતમાંકેટલાકમહત્ત્વનાનિર્ણયોલેવામાંઆવ્યાછે, જેમાંરાજ્યનાઆઠમહાનગરોઅમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગરઅનેજૂનાગઢમાંહાલમાંરાત્રે૧૧થીસવારે૬વાગ્યાસુધીનોરાત્રિકરફ્યુઅમલમાંછે. તેનાસમયમાંવધારોકરીનેહવેઆવતીકાલતા.૮મીથીરાત્રે૧૦થીસવારે૬કલાકસુધીનોકરફ્યુઅમલમાંરહેશે. આસાથેરાજ્યનાવધુબેશહેરોકેજ્યાંકોરોનાનાકેસોવધ્યાછે.

તોઆણંદઅનેનડિયાદમાંપણરાત્રીકરફ્યુઆવતીકાલથીલાગુકરવામાંઆવ્યોછે.

આઉપરાંતરાજ્યભરનીધો.૧થી૯સુધીનીશાળાઓમાંઆવતીકાલથીવર્ગખંડશિક્ષણએટલેકેઓફલાઈનશિક્ષણતા.૩૧મીજાન્યુઆરીસુધીબંધરાખવાનીજાહેરાતકરાઈછે. જોકે, ઓનલાઈનશિક્ષણચાલુરહેશે. જ્યારે૯થીપોસ્ટગ્રેજ્યુએટકોર્સસુધીનાતમામકોચિંગસેન્ટર-ટ્યુશનક્લાસતેમજસ્પર્ધાત્મકપરીક્ષાઓમાટેનાકોચિંગસેન્ટરોવગેરેસ્થળનીક્ષમતાનામહત્તમપ૦ટકાવિદ્યાર્થીઓહાજરરહીશકશે. રાજ્યમાંવિવિધસ્પર્ધાત્મકપરીક્ષાઓતથાપ્રવેશપરીક્ષાઓકોરોનાગાઈડલાઈનનાપાલનનીશરતેનિયતએસઓપીસાથેયોજીશકાશે. રાજ્યનાઆઠમહાનગરોતથાઆણંદ-નડિયાદમાંદુકાનો-લારી, ગલ્લા, શોપિંગકોમ્પલેક્સ, માર્કેટયાર્ડસહિતનીવાણિજ્યકસંસ્થાઓરાત્રિના૧૦વાગ્યાસુધીચાલુરાખીશકાશે. જ્યારેહોટલ-રેસ્ટોરન્ટ્‌સબેઠકક્ષમતાના૭પટકાસાથે૧૦સુધીચાલુરાખીશકાશેઅનેહોમડિલિવરી૧૧સુધીચાલુરાખીશકાશે. લગ્નપ્રસંગોમાંતથારાજકીય-સામાજિક, ધાર્મિકકાર્યક્રમોમાંખુલ્લામાંમહત્તમ૪૦૦વ્યક્તિઅનેબંધસ્થળોએક્ષમતાનાપ૦ટકાવ્યક્તિએકત્રિતથઈશકશે. જ્યારેઅંતિમક્રિયા-દફનવિધિમાંમહત્તમ૧૦૦વ્યક્તિઓમાટેમંજૂરીઆપવામાંઆવીછે. આસાથેસિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, વાંચનાલયવગેરેક્ષમતાનાપ૦ટકાથીચાલુરાખીશકાશે. જ્યારેએસટીબસસહિતનીબસટ્રાન્સપોર્ટનોનએસી૭પટકાક્ષમતાસાથેઅનેએસીબસમહત્તમ૭પટકાપેસેન્જરકેપેસિટીથીચાલુરહેશે.