(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૪
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા સાથે કેસોમાં ઉછાળારૂપ વધારો પણ યથાવત રહેલ છે. જેમાં રાજયના છથી સાત જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયભરમાં કોરોનાના રોજેરોજ નોંધાતા કેસો છેલ્લા સપ્તાહથી ૧૦૦૦થી ૧૧૦૦ સુધી જળવાયેલ હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં વધુ નવા ૧૦૮૭ કેસ બહાર આવ્યા છે. તો તેની સામે લગભગ એટલી જ સંખ્યામાં કોરોનામાંથી દર્દીઓ સાજા થયા છે. એટલે કે રાજયમાં કોરોનાના નવા દર્દીઓ અને સાજા થનારા દર્દીઓનો આંક એક સરખો થઈ જવા પામેલ છે. (૧૦૮૭ સામે ૧૦૮૩ સાજા થયા) બીજી તરફ રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ એ જ રીતે જારી રહેલ છે. રાજયમાં ર૪ કલાકમાં વધુ ૧પ વ્યકિતઓના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. રાજયમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ સરકાર દ્વારા વધારી દેવામાં આવતા આજે તો અગાઉ કરતા પણ સૌથી વધુ પ૧,રરપ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજે રાજ્યમાં કોરાનાનાં ૧૦૮૭ કેસ નોંધાયા છે રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૦૮૭ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૭૬,૫૬૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૫ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૭૪૮એ પહોંચ્યો છે. ગુજરાત માટે સારી ખબર એ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૭૭.૭૨ ટકાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. આખા રાજ્યમાં ખાનગી અને સરકારી મળીને કુલ ૬૨ લેબ કાર્યરત છે આજે રાજ્યમાં ૫૧,૨૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે ૭૮૮.૦૭ ટેસ્ટ પ્રતિદિન પ્રતિ મિલિયન વસ્તી છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૬૮, અમદાવાદ કોર્પોરેશન ૧૪૯, વડોદરા કોર્પોરેશન ૮૯, સુરત ૬૪, રાજકોટ કોર્પોરેશન ૬૩, જામનગર કોર્પોરેશન ૫૧, પંચમહાલ ૪૦, રાજકોટ ૩૬, અમરેલી ૨૯, ગાંધીનગર ૨૪, ગીર-સોમનાથ ૨૪, મહેસાણા ૨૪, ભરૂચ ૨૩, દાહોદ ૨૩, જૂનાગઢ ૨૨, કચ્છ ૨૨, મોરબી ૨૧, ભાવનગર કોર્પોરેશન ૧૮, વડોદરા ૧૮, જૂનાગઢ કોર્પોરેશન ૧૭ તેમજ અન્ય જિલ્લામાં ૧થી ૧પ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૪, જામનગર કોર્પોરેશન ૨, રાજકોટ કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, સુરત ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિનાં મૃત્યુ થયેલ છે આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૫ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૭૪૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૯,૫૨૨ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોના એક્ટિવ કેસના ૧૪,૨૯૯ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને અન્ય ૧૪,૨૨૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી છે.
રાજ્યભરમાં કોરોનાના કેસો વધવાને પગલે કુલ કેસોનો આંક ૭૬ હજારને પાર ! કોરોનાના નવા કેસ સામે તેટલી જ સંખ્યામાં દર્દી થયા સાજા : વધુ ૧પનાં કોરોનામાં મોત !

Recent Comments