• રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક ૧,૦૫,૬૭૧ : કુલ ૩૧ર૩ લોકો મોતને ભેટ્યા • ર૪ કલાકમાં ૭ર,૬૯૦ કોરોના ટેસ્ટ : નવા ૧ર૭૬ દર્દી થયા સાજા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
રાજયમાં કોરોનાનો કહેર યથાવત રીતે જારી રહેલ છે. સરકાર દ્વારા કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો વચ્ચે પણ રોજેરોજ કોરોનાના પ્રોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ નવા ઉછાળારૂપ ૧૩૩૦ કેસો બહાર આવ્યા છે. જેમાં ર૮૬ કેસો સાથે સુરત આજે પણ ટોપ પર રહેલ છે. જયારે કોરોનામાં મોતનું પ્રમાણ એવરેજ પ્રમાણે જારી રહેતા આજે વધુ ૧પ વ્યકિતઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં ભારે વધારો આજે પણ જોવા મળ્યો છે. રાજયમાં વધુ ૧ર૭૬ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ ૮૧.૪ર થવા પામ્યો છે. તો રાજયમાં કોરોના ટેસ્ટમાં વધુ પ્રમાણ સતત જારી રહેતા આજે ૭ર,૬૯૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસના કેસ ૪૧ લાખને પાર પહોંચી ચૂક્યા છે, ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો ૧ લાખને પાર પહોંચી ચુક્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક ૧,૦૫,૬૭૧ પર પહોંચ્યો છે. તો આજે ૧૨૭૬ દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ ૮૧.૪૨% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર ૧૬,૫૧૪ છે. આજે સંક્રમણથી ૧૫ દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક ૩૧૨૩ પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે ૧,૨૭૬ દર્દીઓ સાજા થયા છે જેમાં સૌથી વધુ સુરતમાં ૩૭૬, રાજકોટમાં ૨૮૪, જામનગરમાં ૧૧૩, અમદાવાદમાં ૮૧ દર્દીઓ સાજા થયા છે. આજના આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૬૦૩૪ દર્દીઓ કોરોના મુક્ત થવામાં સફળ રહ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ ૬૧ લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં ૭૨,૬૯૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૮,૫૩,૩૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં કુલ ૫,૮૦,૪૩૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કેસોની વિગત જોઈએ તો સુરત કોર્પોરેશન ૧૭૫, અમદાવાદ કોર્પોરેશન ૧૪૯, સુરત ૧૧૧, રાજકોટ કોર્પોરેશન ૯૬, જામનગર કોર્પોરેશન ૯૪, વડોદરા કોર્પોરેશન ૯૧, રાજકોટ ૫૨, વડોદરા ૩૭, કચ્છ ૩૫, સુરેન્દ્રનગર ૩૫, ભાવનગર કોર્પોરેશન ૩૧, પંચમહાલ ૩૦, મોરબી ૨૭, અમરેલી ૨૪, અમદાવાદ ૨૩, મહેસાણા ૨૨, ભરૂચ ૨૦, ગાંધીનગર ૨૦, બનાસકાંઠા ૧૯, જુનાગઢ ૧૯, પાટણ ૧૯, દાહોદ ૧૮, જુનાગઢ કોર્પોરેશન ૧૭ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧પ જેટલા કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં સૌથી ઓછા કેસ ડાંગ, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.