અમદાવાદ, તા.૨૦
અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.અમદાવાદ શહેર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. નલિયા ફરી એકવાર ઠંડુગાર થયુ છે. અમદાવાદમાં સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરે ગરમીનો અનુભવ થયો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧.૮ ડિગ્રી થયું હતુ. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. નલિયામાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને ૮.૮ થયું હતું. લઘુત્તમ તાપમાનમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં તાપમાનમાં વધારે કોઇ અસર થાય તેવા સંકેત દેખાઇ રહ્યા નથી. અમદાવાદમાં આવતીકાલે લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૧.૮
ડીસા ૧૩.૮
ગાંધીનગર ૧૧
વડોદરા ૧૩.૮
સુરત ૧૬.૮
વલસાડ ૧૪.૬
અમરેલી ૧૪.૭
ભાવનગર ૧૬
પોરબંદર ૧૩.૪
રાજકોટ ૧૩.૨
સુરેન્દ્રનગર ૧૪.૩
ભુજ ૧૨.૪
નલિયા ૮.૮
કંડલા ૧૨.૭
મહુવા ૧૨