રાજ્યભરમાં રંગોના તહેવાર ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં પાણીની અછત વચ્ચે અમદાવાદ સહિત અનેક સ્થળોએ તિલક હોળીના કોન્સેપ્ટ વચ્ચે મોટાભાગની ક્લબોમાં આ વર્ષે રેઈનડાન્સ સહિતના પ્રોગ્રામો ટાળી દેવાયા હતા. જ્યારે કેટલાક સ્થળોએ ડી.જે.ના તાલે ઝૂમી માત્ર રંગોથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ અનેક સ્થળોએ ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત તસવીરમાં શહેરના એસજી હાઈવે સ્થિત એક ક્લબમાં ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરતા લોકો દૃશ્યમાન થાય છે.