• રાજ્યમાં વધુ ૧પ વ્યક્તિ કોરોનામાં મોતને ભેટી : કુલ મૃત્યુઆંક ર૮૦ર ! • કોરોનાના વધતા કેસોને પગલે રાજ્યનો અત્યારસુધીનો કુલ કેસોનો આંક ૭૯૮૧૬ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાજ્યમાં કોરોના વાયરસના વ્યાપની સ્થિતિ યથાવત રહેતા કોરોનાના કેસોમાં વ્યાપકપણે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ નવા ૧૦૩૩ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો સુરત જિલ્લામાં જ નોંધાયા છે. રપ૧ કેસો સાથે રાજ્યમાં સુરત ટોપ પર રહેલ છે. તો તેની સાથે રાજ્યના અન્ય ચારથી પાંચ જિલ્લામાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનામાં રાજ્યમાં મૃત્યુનું પ્રમાણ યથાવત રીતે જારી રહેતા ર૪ કલાકમાં વધુ ૧પ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના વધતા કેસો સામે સાજા થનારાનું વધુ પ્રમાણ જોવા મળી રહેલ છે. જેમાં આજે તો નવા કેસો કરતાં પણ સાજા થનારા દર્દીઓનો આંક વધી જવા પામ્યો છે. નવા ૧૦૩૩ કેસ સામે ૧૦૮૩ દર્દી કોરોનામાંથી સાજા થયેલ છે. જેને પગલે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૭૮.૪૦ ટકા થવા પામ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં રોજના પ૦ હજાર કરતાં વધુ કોરોના ટેસ્ટ જારી રહ્યા બાદ આજે તેમાં ઘટાડો કરાતા ૪પ હજાર ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાના કેસ ૨૫ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩૩ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૭૯,૮૧૬ પર પહોંચ્યો હતો.
રાજ્યમાં ૧૦૮૩ દર્દીઓ સાજા થતાં અત્યારસુધીમાં કુલ ૬ર,પ૯૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર ૭૮.૪૦ ટકા થયો છે.
રાજ્યમાં સુરતમાં ૨૪ કલાકમાં ૨પ૧, અમદાવાદમાં ૧૫૮. વડોદરામાં ૧૦૫, રાજકોટમાં ૯૨, જામનગરમાં ૪૪, ભાવનગરમાં ૨૯, જુનાગઢમાં ૨૧, ગાંધીનગરમાં ૩૨, અમરેલીમાં ૨૮, પંચમહાલમાં ૨૯, કચ્છમાં ૨૪, મોરબીમાં ૨૨, ગીર સોમનાથમાં ૧૯, પાટણમાં ૨૧, ભરૂચમાં ૧૬, મહેસાણામાં ૧૭, દાહોદમાં ૧૩ કેસ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧ર કેસ નોંધાવવા પામેલ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩, સુરતમાં ૩, મોરબીમાં ૨, રાજકોટમાં ૨, વડોદરામાં ૨, ભાવનગરમાં ૨, ગીરસોમનાથમાં ૧ મળીને કુલ ૧૫ મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે મૃત્યુની સંખ્યામાં આંશિક ઘટાડો થતા રાહતનો શ્વાસ અનુભવાયો છે. રાજ્યમાં આ સાથે કોરોનામાં કુલ ર૮૦ર લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં રાજ્યમાં ૧૪,૪૩૫ દર્દીઓ એક્ટિવ છે. જે પૈકીના ૬૯ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪,૩૬૬ સ્ટેબલ છે. આજે ૧૦૮૩ દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં કુલ ૬૨,૫૭૯ દર્દીઓ સાજા થયા છે.