અમદાવાદ, તા.૧૫
શિક્ષણનું સ્તર ઊંચુ લઇ જવાની અને શિક્ષણમાં ગુજરાતને અગ્રેસર કરવાની ભાજપ સરકારની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં ૩૦થી ઓછી સંખ્યા ધરાવતી ૫૩૫૦ શાળાઓ બંધ કરી અન્ય શાળામાં મર્જ કરવાનો આંચકાજનક નિર્ણય લેવાયો છે. જેથી હવે રાજ્યમાં૩૦ કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ બંધ કરાશે. આ શાળાઓમાં અભ્યાસ કરતાં હાલના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં ૪૫૦૦ શાળાઓમાં ૩૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે તો ૮૫૦ શાળાઓ તો એવી છે કે, જેમાં માત્ર દસ કરતાં પણ ઓછા વિદ્યાર્થી હોવાની વાત આવી છે. જેથી હવે આ ૫૩૫૦ શાળાઓ બંધ કરી અન્યમાં મર્જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘ભણશે ગુજરાત’ ‘આગળ વધશે’ ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ સામે આવતાં રાજ્યના શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં ખરેખર સરકારી શાળાઓનું સ્તર કથળી રહ્યું છે અને અમુક અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક છે ત્યારે સરકાર દ્વારા શાળાઓના મર્જ કરવામાં આવશે. રાજ્યની ૮૫૦ શાળાઓમાં ૧૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. ૯૦૦૦થી વધુ ફાજલ શિક્ષકો જૂથ શાળામાં ફાળવાશે. શાળાઓ બંધ કર્યા બાદ નવ હજાર શિક્ષકોની જૂથ શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે.
રાજ્યમાં ઓછા વિદ્યાર્થી ધરાવતી પાંચ હજારથી વધુ શાળાઓને મર્જ કરાશે

Recent Comments