અમદાવાદ, તા.૭
રાજ્યમાં શિયાળો બરોબરનો જામી ગયો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા બે સપ્તાહથી લઈ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીમાં કોઈ રાહત મળે તેવી સંભાવના નથી તો બીજી તરફ ઠંડીના ચમકારા વચ્ચે આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે. ગુરૂવારે નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યના મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો ૧૦થી ૧ર ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળે છે પણ ઠંડીમાં કોઈ ખાસ રાહત મળતી નથી. ઠંડીને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે. દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં પારો પ.ર ડિગ્રી નોંધાયો હતો, જ્યારે કેશોદમાં ૮.ર, અમરેલીમાં ૮.૬, રાજકોટમાં ૯.૪, પોરબંદરમાં ૧૦.૪, સુરેન્દ્રનગરમાં ૧૦.પ, કંડલા એરપોર્ટમાં ૧૦.૬, ભૂજમાં ૧૧.૦, ગાંધીનગરમાં ૧ર.૦, ડીસામાં ૧ર.૪, વલસાડમાં ૧ર.પ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૩.પ ડિગ્રી નોંધાયું હતું. આમ રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો ૧૦થી ૧ર ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો. જેને પગલે લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળે તેવી શકયતા દેખાતી નથી, જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો રહ્યો અકબંધ : નલિયામાં પારો પ.ર ડિગ્રી

Recent Comments