કોરોનાના કુલ કેસની સંખ્યા ર,રપ,૩૦૪ થઈ • ગુજરાતમાં વધુ ૧૩ દર્દીનાં મોત સાથે કોરોનાથી કુલ મોતનો આંકડો ૪૧૪૮ થયો
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૧
રાજયમાં દિવાળી બાદ કોરોનાના કેસનો રાફોડો ફાટતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક તબક્કે દરરોજ નોંધાતા નવા કેસનો આંકડો ૧૬૦૦ની નજીક પહોંચી ગયો હતો. ઉપરાંત સતત ૧પ૦૦થી વધુ નવા કેસો નોંધાતા હતા. ત્યારે હવે કોરોના કાબુમાં આવ્યો હોય તેમ નવા નોંધાતા કેસનો આંકડો ઘટયો છે. શુક્રવારે વધુ ૧રર૩ નવા કેસ નોંધાયા છ. તેના સામે સાજા થનારા દર્દીનો આંકડો ૧૪૦૩ થયો છે. એટલે નવા કેસની સરખામણીમાં સાજા થવાનો રેશિયો વધ્યો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છ.ે ગત કેટલાક દિવસથી રાજયમાં સતત ૧પ૦૦થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પણ તેમાં ગત બે દિવસથી ઘટાડો થયો છે અને હવે તો ૧૩૦૦થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧રર૩ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ર,રપ,૩૦૪એ પહોંચી છે. જયારે રાજયમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૧૪૮ પહોંચ્યો છે. જયારે ૧૪૦૩ લોકોએ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ત્યાં જ આજે રાજયમાં ૬૦,પર૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારી દરમ્યાન દિવાળી પછી રાજયમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા ર૪ કલામાં સારવાર હેઠળના ૧૩ દર્દીઓના મોત થયાનું સ્વીકાર્યું છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૮ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ર, બનાસકાંઠા ૧, પંચમહાલ ૧, સુરત ગ્રામ્ય ૧ વ્યકિતએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૧૪૮એ પહોંચ્યો છે. જો કે રાજયમાં હાલ ૧૩૬ર૭ એકટીવ કેસ પૈકી ૭૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે. જયારે ૧૩પપ૬ દર્દી સ્ટેબલ છે. ઉપરાંત રાજયમાં પ,૪૯,૩ર૩ લોકોને કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં રપ૮, સુરત કોર્પોરેશનમાં ૧૬૬, વડોદરા કોર્પોેરેશનમાં ૧ર૭, રાજકોટ કોર્પોેરેશનમાં ૯૬, વડોદરામાં ૪૧, ગાંધીનગરમાં ૩પ, રાજકોટમાં ૩૩, મહેસાણામાં ૩૧, દાહોદમાં ૩૦, ખેડામાં ર૯, સાબરકાંઠામાં ર૯, સુરતમાં ર૮, અમરેલીમાં ર૬, ભાવનગર કોર્પોરેશનમાં ર૬, કચ્છ ર૪, ગાંધીનગર કોર્પોરેશનમાં ર૧, જામનગર કોર્પોેરશનમાં ર૧, ભરૂચમાં ૧૭ સહિત રાજયમાં કુલ ૧રર૩ કોરોનાના નવા કેસ નોંધાયા છેે.
Recent Comments