(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં એક સમયે કોરોનાના કેસોનો ગ્રાફ સતત ઉપરને ઉપર ચઢતો જતો હતો. જ્યારે કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હતી પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોની સંખ્યામાં નજીવી વધઘટ થતી જોવા મળે છે. ઉપરાંત કેટલીક વાર તો રાજ્યમાં કોરોનાના કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધી જાય છે. આજે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૧ર૬ કેસ નોંધાયા છે જેની સામે ૧૧૩૧ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે જ્યારે ર૦ દર્દીઓનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં આ સાથે આજદિન સુધી કુલ ૮૦,૯૪૨ કેસ નોંધાયેલ છે. એટલે કે, આજે કોરોનાના કુલ દર્દીઓનો આંક ૮૦ હજારને પાર કરી ગયો છે. જો કે તેની સામે ૬૩,૭૧૦ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ૧૪,૩૩ર દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૭૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. જ્યારે આજદિન સુધી કુલ ર૮રર દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૧ર૬ કેસ નોંધાયા છે જે પૈકી સૌથી વધુ સુરત શહેરમાં ૧૭પ અને જિલ્લામાં ૭૭ મળી કુલ રપર, અમદાવાદ શહેરમાં ૧૪૯ અને જિલ્લામાં ૧૬ મળી કુલ ૧૬પ, વડોદરા શહેરમાં ૮૯ અને જિલ્લામાં રર મળી કુલ ૧૧૧, રાજકોટ શહેરમાં ૬પ અને જિલ્લામાં ૩૩ મળી કુલ ૯૮, જામનગર શહેરમાં પ૩ અને જિલ્લામાં પ મળી કુલ પ૮, ભાવનગર શહેરમાં ર૭ અને જિલ્લામાં ૧૬ મળી કુલ ૪૩, જૂનાગઢ શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૮ મળી કુલ ર૧ તથા ગાંધીનગર શહેરમાં ૧૧ અને જિલ્લામાં ૧૬ મળી કુલ ર૭ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં આજે કોરોનાના કેસો ચિંતાજનક રીતે ૧૭પ નોંધાયા હતા. જો કે, તેની સામે ૩૦પ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં ૧૪૯ કેસો સામે ૧પ૬ને ડિસ્ચાર્જ કરગયા હતા. જ્યારે વડોદરા શહેરમાં ૮૯ કેસ અને ૧૧૧ ડિસ્ચાર્જ, જામનગર શહેરમાં પ૩ કેસ અને ૬૮ ડિસ્ચાર્જ, ભાવનગર શહેરમાં ર૭ કેસ અને ૧૬ ડિસ્ચાર્જ, જૂનાગઢ શહેરમાં ૧૩ કેસ અને પ ડિસ્ચાર્જ જ્યારે ગાંધીનગર શહેરમાં ૧૧ કેસ અને ૧૧ ડિસ્ચાર્જ નોંધાયા હતા.
રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો મોરબીમાં ૪૬, પંચમહાલમાં ૩૯, દાહોદમાં ર૮, બનાસકાંઠા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં ર૬-ર૬, મહેસાણા જિલ્લામાં ૧૮, કચ્છમાં ૧૭, અમરેલી, ગીરસોમનાથ અને મહીસાગરમાં ૧પ-૧પ કેસ નોંધાયા છે. આ સિવાય ૧૭ શહેરોમાં ૧થી ૧૦ કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં કુલ ૫૭,૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે સાથે આજદિન સુધીમાં કુલ ટેસ્ટીંગનો આંક ૧૪,૧૫,૫૯૮ સુધી પહોંચ્યો છે. જ્યારે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા કુલ ૫,૦૭,૧૮૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૦૬,૪૦૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન અને ૮૧૬ વ્યક્તિઓને ફેસીલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.