અમદાવાદ, તા.૯
રાજ્યમાં કોરોના વાયરસના ભરડામાં આવેલા લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. જો કે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના વધુ ૩૯૪ કેસ સામે આવ્યા છે. જેમાંથી માત્ર અમદાવાદમાં જ ર૮૦ એટલે કે ૭૦ ટકા કેસ નોંધાયા છે. જ્યારે મોતનો આંક થોડો ઓછો થયો છે અને કુલ ર૩ દર્દીઓના મોત રાજ્યની વિવિધ હોસ્પિટલમાં નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં જ ર૦ મોત નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૭૭૯૭ તથા કુલ મોતનો આંક ૪૭ર પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે કોવિડ-૧૯ના જે ૩૯૪ કેસ નવા નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં ર૮૦, સુરતમાં ૩૦, વડોદરામાં ર૮, ગાંધીનગરમાં રર, ભાવનગરમાં ૧૦, જામનગરમાં ૭, અરવલ્લીમાં ૪, રાજકોટ, પંચમહાલ, બોટાદ, બનાસકાંઠા અને ખેડામાં બબ્બે તથા દાહોદ અને મહિસાગરમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ર૪કલાકમાં ર૩ દર્દીઓના મોત નિપજ્યા છે. જે પૈકી ૮ના પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે તથા અન્ય ૧પના મોત કોરોના ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની સહિતની વિવિધ બીમારીના કારણે થયા છે. આ ર૩ મોત પૈકી અમદાવાદમાં તથા બનાસકાંઠા, જામનગર અને પંચમહાલમાં ૧-૧ મોતનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કોવિડ-૧૯ને કારણે થયેલા મોતનો કુલ આંક ૪૭ર સુધી પહોંચી ગયો છે.
આજરોજ કોરોનાની સારવાર બાદ ર૧૯ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં ૧૦૬, વડોદરામાં પર, સુરતમાં ૪૬, ભાવનગરમાં ૪, પંચમહાલમાં ૩, અરવલ્લી, બોટાદ, નવસારીમાં બબ્બે તથા ખેડા અને મહિસાગરમાં ૧-૧નો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ ૭૭૯૭ કેસમાંથી હાલ પર૧૦ સ્ટેબલ છે. જ્યારે ર૦૯૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. હાલ ર૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલા કેસો
જિલ્લો કેસ
અમદાવાદ ર૮૦
વડોદરા ૨૮
સુરત ૩૦
રાજકોટ ૦૨
ભાવનગર ૧૦
ભરૂચ ૦૧
ગાંધીનગર ૨૨
પંચમહાલ ૦૨
બનાસકાંઠા ૦૨
બોટાદ ૦૨
દાહોદ ૦૧
ખેડા ૦૨
જામનગર ૦૭
અરવલ્લી ૦૪
મહિસાગર ૦૧
કુલ ૩૯૪