અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં કોરોનાના કેસોનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે જઈ રહ્યો છે. રાજ્યમાં વધુ ૩૬૬ કેસ નોંધાયા છે જ્યારે ૩પ લોકોને કોરોના ભરખી ગયો છે જ્યારે ૩૦પ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. ૩પ મોતમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૧ લોકોનાં મોત નિપજ્યા છે તેની સાથે જ અમદાવાદમાં કુલ મોતનો આંકડો પપપ એ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૩૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૧૧,૭૪૬ પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩પ દર્દીના મોત થયા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાંથી ૩૦પ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૬૯૪ પર પહોંચ્યો છે જ્યારે કુલ રિકવર ૪૮૦૪ થયા છે. નવા ૩૬૬ કેસમાં અમદાવાદમાં સૌથી વધારે ર૬૩ કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં ૩૩, વડોદરામાં રર, ગાંધીનગર ૧ર, પાટણમાં ૭, વલસાડમાં ૬, ભાવનગર-દાહોદમાં ૪-૪, અરવલ્લી, કચ્છ, જૂનાગઢમાં ૩-૩, મહિસાગર ર જ્યારે રાજકોટ, ખેડા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કોરોનાના ૩૮ દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ સાથે જ ૬ર૧૦ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૪૮૮ર૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૧૧૭૪૬ પોઝિટિવ આવ્યા છે તો ૧૩૭૦૭૮ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ર૬૩ નવા કેસ સાથે કુલ ૮૬૮૩ કેસ નોંધાયા છે. ૩૧ મોત સાથે કુલ પપપ મોત અને કુલ ર૮૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસો
જિલ્લો કેસ
અમદાવાદ ૨૬૩
સુરત ૩૩
વડોદરા ૨૨
ગાંધીનગર ૧૨
ભાવનગર ૦૪
રાજકોટ ૦૧
અરવલ્લી ૦૩
મહિસાગર ૦૨
ખેડા ૦૧
પાટણ ૦૭
સાબરકાંઠા ૦૧
દાહોદ ૦૪
કચ્છ ૦૩
વલસાડ ૦૬
જૂનાગઢ ૦૩
સુરેન્દ્રનગર ૦૧
કુલ ૩૬૬
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ, મોત, ડિસ્ચાર્જ અને અંડર ટ્રીટમેન્ટની આંકડાકીય વિગતો
જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ અંડર ટ્રીટમેન્ટ
અમદાવાદ ૮૬૮૩ ૫૫૫ ૨૮૪૧ પ૨૮૭
સુરત ૧૧૨૭ ૫૩ ૭૪૪ ૩૩૦
વડોદરા ૬૮૨ ૩૨ ૪૩૫ ૨૧૫
ગાંધીનગર ૧૮૦ ૦૬ ૬૮ ૧૦૬
ભાવનગર ૧૧૨ ૦૮ ૭૫ ૨૯
બનાસકાંઠા ૮૩ ૦૪ ૭૩ ૦૬
આણંદ ૮૩ ૦૮ ૭૪ ૦૧
રાજકોટ ૮૦ ૦૨ ૫૨ ૨૬
અરવલ્લી ૮૧ ૦૨ ૭૩ ૦૬
મહેસાણા ૭૫ ૦૩ ૪૬ ૨૬
પંચમહાલ ૭૧ ૦૬ ૫૩ ૧૨
બોટાદ ૫૬ ૦૧ ૪૯ ૦૬
મહિસાગર ૫૦ ૦૧ ૩૮ ૧૧
ખેડા ૪૭ ૦૧ ૨૪ ૨૨
પાટણ ૪૯ ૦૩ ૨૫ ૨૧
જામનગર ૩૫ ૦૨ ૧૮ ૧૫
ભરૂચ ૩૨ ૦૩ ૨૫ ૦૪
સાબરકાંઠા ૩૯ ૦૨ ૧૫ ૨૨
ગીર-સોમનાથ ૨૫ ૦૦ ૦૩ ૨૨
દાહોદ ૨૮ ૦૦ ૧૬ ૧૨
છોટા-ઉદેપુર ૨૧ ૦૦ ૧૪ ૦૭
કચ્છ ૩૧ ૦૧ ૦૬ ૨૪
નર્મદા ૧૩ ૦૦ ૧૨ ૦૧
દેવભૂમિદ્વારકા ૧૨ ૦૦ ૦૨ ૧૦
વલસાડ ૧૫ ૦૧ ૦૪ ૧૦
નવસારી ૦૮ ૦૦ ૦૮ ૦૦
જૂનાગઢ ૦૯ ૦૦ ૦૨ ૦૭
પોરબંદર ૦૫ ૦૦ ૦૩ ૦૨
સુરેન્દ્રનગર ૦૫ ૦૦ ૦૧ ૦૪
મોરબી ૦૨ ૦૦ ૦૧ ૦૧
તાપી ૦૨ ૦૦ ૦૨ ૦૦
ડાંગ ૦૨ ૦૦ ૦૨ ૦૦
અમરેલી ૦૨ ૦૦ ૦૦ ૦૨
અન્ય રાજ્ય ૦૧ ૦૦ ૦૦ ૦૧
કુલ ૧૧૭૪૬ ૬૯૪ ૪૮૦૪ ૬૨૪૮
Recent Comments