(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૦
રાજયમાં કોરોનાના કેસોમાં ઉછાળારૂપ વધારો થતાં સરકારી તંત્ર કામે લાગ્યું છે અને સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. રાજયમાની કોરોનાની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિને પગલે અમદાવાદ બાદ રાજયના અન્ય ત્રણ મોટા શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવારથી રાત્રી કરફયુનો અમલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રજાને ગભરાવવાની જરૂર નથી તેમ જણાવી ઉમેર્યું હતું. કે નાગરિકો સહકાર આપે, બહાર ન નીકળે, હોસ્પિટલોમાં બેડ સહિતની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પેટેલે આપતા જણાવ્યું હતું કે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના ૯થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. અમદાવાદમાં આજે રાતના ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમા કર્ફ્યૂમાં કઈ કઈ બાબતની છૂટછાટ અપાશે તેનો પણ ઉલ્લેખ કરાયો છે.
કરફ્યૂ દરમ્યાન જીવનજરૂરી વસ્તુઓ જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાય કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્‌સ જોઇ જવા દેવાશે. તેમ તેમણે જણાવ્યું હતું.
ના.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રી કરફયુને લઈ લોકો લગ્નો તથા રિસેપ્શન વગેરે દિવસ દરમ્યાન કરે તે હિતાવહ છે. આ સાથે લગ્નના આયોજન માટે જે-તે પોલીસ મથકની મંજૂરી લેવી જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે કરફ્યુ દરમ્યાન હાઈવે, ટ્રાન્સપોર્ટેશન સહિતનો વાહન-વ્યવહાર ચાલુ રહેશે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યૂમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરાના મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.
કર્ફ્યૂ દરમિયાન ઝ્રછ, દ્ગૈંઝ્ર, ઝ્રજીૈંઇ, જીજીઝ્ર સહિતની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને એડમિશન કાર્ડ બતાવી પરીક્ષા કેન્દ્ર પર જવા દેવામાં આવશે. એ સિવાય જરૂરી આઈડી ડોક્યુમેન્ટ્‌સ સાથે બે દિવસમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યૂમાં ઉમેદવારો જઈ શકશે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩૪૦ હતી. તે આજે ૧૪૨૦ થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.
૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૯૭૧ દર્દી દાખલ છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં હજુ ૬૦ ૈંઝ્રેં બેડ ખાલી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં નવા ૧૨૦ બેડ ઉમેરાશે. સોલામાં હાલ ૪૦૦ આઇસોલેશન વોર્ડ અને ૈંઝ્રેંના ૫૦ બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય ૨૭૦ દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ ૨૩૦ નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું.