• કોરોનાના કુલ કેસનો આંકડો ર.૪૦ લાખને પાર • કોરોનાના વુધ ૯૧૦ નવા કેસ સાથે ૬ દર્દીઓનાં મોત
અમદાવાદ, તા.રપ
રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે. હવે ધીમે-ધીમે નવા કેસનો આંકડો ૧૦૦૦ની નીચે આવી ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૯૧૦ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત વધુ ૬ દર્દીનાં મોત નિપજ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ૯૩.૭૯ ટકા થયો છે. એટલે અત્યારસુધી કોરોનાથી ર,રપ,ર૦૬ દર્દી સાજા થયા છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે કોરોનાના ૧૦૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૯૧૦ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૪૦,૧૦૫એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૨૬૮એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૧૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૩.૭૯ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૬,૯૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૧૮૪, સુરત કોર્પોરેશન ૧૨૨, વડોદરા કોર્પોરેશન ૧૦૭, રાજકોટ કોર્પોરેશન ૬૨, ખેડા ૩૨, સુરત ૩૧, વડોદરા ૩૧, દાહોદ ૨૩, અમરેલી ૨૧, રાજકોટ ૨૧, મહેસાણા ૨૦, ભાવનગર કોર્પોરેશન ૧૯, ભરૂચ ૧૭, ગાંધીનગર ૧૭, ગાંધીનગર કોર્પોરેશન ૧૬, કચ્છ ૧૬, પંચમહાલ ૧૬, આણંદ ૧૪, બનાસકાંઠા ૧૪, જામનગર કોર્પોરેશન ૧૨, જૂનાગઢ ૧૧, મોરબી ૧૧, જૂનાગઢ કોર્પોરેશન ૧૦, સાબરકાંઠા ૯, પાટણ ૮, અમદાવાદ ૭, ગીર સોમનાથ ૭, મહીસાગર ૭, નર્મદા ૭, અરવલ્લી ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૫, ભાવનગર ૪, દેવભૂમિ દ્વારકા ૪, નવસારી ૪, બોટાદ ૨, પોરબંદર ૨, તાપી ૨, વલસાડ ૨, છોટાઉદેપુર ૧ કેસ સામે આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૬ દર્દીઓનાં મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૩ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં ૨ અને રાજકોટમાં ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. આમ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૨૬૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૫,૨૦૬ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૦,૬૩૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૨ દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૦,૫૬૯ સ્ટેબલ છે. ઉપરાંત રાજ્યમાં હાલ પ,૦૯,૮૭પ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Recent Comments