(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
કોરોના મહામારીનો વ્યાપ અને તીવ્રતા દિનપ્રતિદિન વધતા જતાં તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યું છે. છેલ્લા દસેક દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પ૦૦ની અંદર અને મૃત્યુની સંખ્યા ૩૦થી ૩પની વચ્ચે સ્થિર થઈ ગઈ છે. આજે પણ રાજ્યમાં નવા ૪૭૦ દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૩૩ વ્યક્તિઓ મોતને ભેટયા હતા જ્યારે સામે ૪૦૯ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ૪૭૦ દર્દીઓ નવા નોંધાયા છે. તેમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૩૧ દર્દીઓ નોંધાતાં હાહાકાર મચી ગયો છે. જ્યારે બીજા ક્રમે સુરતમાં ૬ર, વડોદરામાં ૩ર, ગાંધીનગરમાં ૮, સાબરકાંઠા પ, આણંદમાં ૪, ભાવનગર, પંચમહાલ, પાટણ, ખેડા અને અમરેલીમાં ૩-૩, રાજકોટ, ભરૂત અને વલસાડમાં ર-ર તથા મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, જૂનાગઢ, નવસારી અને અન્ય રાજ્યનો એક દર્દી મળી કુલ ૪૭૦ દર્દીઓ છેલ્લા ર૪ કલાકમાં દાખલ થયા છે.
જ્યારે અમદાવાદમાં ર૭ સહિત કુલ ૩૩ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સુરતમાં બે તથા મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી મોતનો આંક ૧૩૧૩ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં આજદિન સુધી ર૧૦૪૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા જે પૈકી ૧૪૩૭૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ પર૯૯ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૬૪ વેન્ટીલેટર પર મળી પ૩પ૮ દર્દીઓ સારવાર હેઠળ છે.
આજરોજ રાજ્યમાં નવા ૪૦૯ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે પૈકી અમદાવાદમાં ર૪૮, વડોદરામાં ૬૪, સુરતમાં ૪૮, છોટાઉદેપુરમાં ૯, બનાસકાંઠામાં ૬, મહેસાણામાં અને નવસારીમાં પ-પ, ખેડા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, અમરેલી, અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલમાં ર-ર તથા આણંદ, જૂનાગઢ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ ર૬૧પ૮૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ર૧૦૪૪ લોકોના કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરાયા હતા જ્યારે આજની તારીખે કુલ ર૦૯૬૭૩ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ર૦૩૦પ૦ લોકોને હોમ ક્વોરન્ટાઈન અને ૬૬ર૩ લોકોને ફેસિલિટી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૩૩૧
સુરત ૬૨
વડોદરા ૩૨
ગાંધીનગર ૦૮
મહેસાણા ૦૧
ભાવનગર ૦૩
બનાસકાંઠા ૦૧
રાજકોટ ૦૨
અરવલ્લી ૦૧
સાબરકાંઠા ૦૫
આણંદ ૦૪
જિલ્લો કેસ
પંચમહાલ ૦૩
પાટણ ૦૩
કચ્છ ૦૧
ખેડા ૦૩
ભરૂચ ૦૨
વલસાડ ૦૨
જૂનાગઢ ૦૧
નવસારી ૦૧
અમરેલી ૦૩
અન્ય રાજ્ય ૦૧
કુલ ૪૭૦

છેલ્લા ર૪ કલાકમાં સાજા થઈ પરત ફરેલા દર્દીઓ

અમદાવાદ ર૪૮
વડોદરા ૬૪
સુરત ૪૮
છોટાઉદેપુર ૦૯
બનાસકાંઠા ૦૬
મહેસાણા ૦૫
નવસારી ૦૫
ખેડા ૦૩
રાજકોટ ૦૩
સુરેન્દ્રનગર ૦૩
અમરેલી ૦૨
અરવલ્લી ૦૨
ભાવનગર ૦ર
ગાંધીનગર ૦૨
પંચમહાલ ૦૨
આણંદ ૦૧
જૂનાગઢ ૦૧
કચ્છ ૦૧ પાટણ ૦૧
વલસાડ ૦૧