કોરોનાના કેસોમાં અચાનક વધારા બાદ હવે સતત ઘટાડો થતાં રાહત
• રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૧૩ ટકા થયો
• ગુજરાતમાં અત્યાર સુધી ર,૧૯,૧રપ દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા
અમદાવાદ, તા.ર૦
રાજ્યમાં કોરોના મહામારીને લીધે રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારબાદ હવે નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દિવાળી બાદ દરરોજ ૧પ૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાતા હતા, તે હવે ઘટીને ૧૦૦૦ની નજીક પહોંચી ગયા છે. કોરોનાથી રિકવરીનો રેટ પણ હવે વધવા લાગ્યો છે. રવિવારે કોરોનાના ૧૦૧૦ નવા કેસ નોંધાયા હતા. જેની સામે ૧૧૯૦ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૦૧૦ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૩૫,૨૯૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૩૪એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૯૦ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૩.૧૩ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૪,૬૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૦૭, સુરત કોર્પોરેશન ૧૩૦, વડોદરા કોર્પોરેશન ૧૧પ, રાજકોટ કોર્પોરેશન ૮૦, સુરત ૩૬, રાજકોટ ૩૩, વડોદરા ૨૯, મહેસાણા ૨૮, પંચમહાલ ૨૮, ખેડા ૨૬, ભરૂચ ૨૫, ગાંધીનગર ૨૧, ગાંધીનગર કોર્પોરેશન ૨૧, જામનગર કોર્પોરેશન ૧૯, કચ્છ ૧૭, બનાસકાંઠા ૧૬, ભાવનગર કોર્પોરેશન ૧૬, દાહોદ ૧૬, આણંદ ૧૪, પાટણ ૧૨, સાબરકાંઠા ૧૧, સુરેન્દ્રનગર ૧૧, અમરેલી ૯, જામનગર ૯, જુનાગઢ કોર્પોરેશન ૯, અમદાવાદ ૮, જુનાગઢ ૮, મોરબી ૮, નર્મદા ૭, ભાવનગર ૬, ગીર સોમનાથ ૬, મહીસાગર ૫, બોટાદ ૪, વલસાડ ૪, છોટા ઉદેપુર ૩, દેવભૂમિ દ્વારકા ૩, નવસારી ૩, તાપી ૩, અરવલ્લી ૨, પોરબાંદર ૨ કેસ સામે આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૭ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૧ અને વડોદરા કોર્પોરેશનમાં ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૩૪એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૧૯,૧૨૫ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૧,૯૪૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૧,૮૭૯ સ્ટેબલ છે. ઉપરાંત રાજ્યમાં કુલ પ,૧૧,ર૭૬ લોકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જે પૈકી ૧૪૩ લોકોને ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Recent Comments