(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨
અમદાવાદમાં કોરોના વાયરસ દિન-પ્રતિદિન તેનો અજગરી ભરડો વધુને વધુ ભીંસ વધારતો જાય છે. આજે રાજ્યની જુદી-જુદી હોસ્પિટલોમાં વધુ ર૬ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા છે, તેમાં ૧૬ પુરૂષો અને ૧૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે, જ્યારે કોરોનાના ઝેરી ડંખથી રાજ્યમાં ૩૩૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. આજે મૃત્યુ પામેલા ર૬ પૈકી ર૦ તો માત્ર અમદાવાદના એમાં પણ ૧૬ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યારે ચાર એસવીપી હોસ્પિટલના અને એક સ્ટર્લિંગ હોસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના છ મોત પૈકી ત્રણ વડોદરા, બે સુરત અને એક આણંદનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આજે કોરોનાના ભરડામાં ૩૩૩ લોકો સપડાયા હતા. આ પૈકી રેડઝોન અમદાવાદમાં જ સૌથી વધુ રપ૦ કેસ નોંધાયા છે, જ્યારે એકવાર કોરોના મુક્ત થઈ ગયેલ ગાંધીનગર ફરી કોરોનાના ભરડામાં સપડાતા ૧૮ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત અને વડોદરામાં ૧૭-૧૭ કેસ બહાર આવ્યા છે. આ સાથે રાજ્યમાં આજદિન સુધી નોંધાયેલા કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર કરી પ,૦પ૪ સુધી પહોંચી ગઈ છે.
પ્રથમ મોતનો આંકડો જોઈએ તો રાજ્યમાં આજે મોતનો આંક બે ડઝનને પાર કરી ર૬ થઈ ગયો છે, જે પૈકી ૯ દર્દી સીધી રીતે કોવિડ-૧૯ને કારણે મોતને ભેટ્યા છે, જ્યારે બાકીના ૧૭ દર્દીઓ હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હૃદય, કિડની, મગજની બીમારી, એપીલેપ્સી, એચઆઈવી, લિવર સહિતની વિવિધ બીમારીઓથી પીડાતા હતા. આમ આજે ર૬ મોતને ગણતરી લેતા આજદિન સુધી રાજ્યમાં મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ર૬ર થઈ ગઈ છે. એનો મતલબ કુલ મોતના ૧૦ ટકા મોત આજે એક જ દિવસમાં નોંધાયા છે.
રાજ્યમાં આજે નવા ૩૩૩ દર્દીઓ ઉમેરાતા આજદિન સુધીની કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પાંચ હજારને પાર કરી પ,૦પ૪ થઈ ગઈ છે, જે પૈકી ૩૬ ગંભીર દર્દીઓ વેન્ટીલેટર પર, ર૬ર મૃત્યુ અને ૮૯૬ ડિસ્ચાર્જ ગણતરીમાં લેતા આજની તારીખે ૩,૮૬૦ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં કે કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. આજે ડિસ્ચાર્જ થયેલા લોકોની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૬૦ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૬૩ દર્દીઓ, વડોદરામાં ૪૦ દર્દીઓ, સુરતમાં ૩ર દર્દીઓ અને બનાસકાંઠામાં ૧૦ દર્દીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આજદિન સુધી નોંધાયેલા કોવિડ-૧૯ના કેસોની જિલ્લાવાર વિગત
ક્રમ જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
૧ અમદાવાદ ૩૫૪૩ ૧૮૫ ૪૬૨ ર વડોદરા ૩૨૫ ૨૪ ૧૪૨
૩ સુરત ૬૬૧ ૨૮ ૯૯
૪ રાજકોટ ૫૮ ૧ ૧૮
૫ ભાવનગર ૫૩ ૫ ૨૧
૬ આણંદ ૭૪ ૫ ૩૧
૭ ભરૂચ ૨૭ ૨ ૨૧
૮ ગાંધીનગર ૬૭ ૨ ૧૩
૯ પાટણ ૨૧ ૧ ૧૨
૧૦ પંચમહાલ ૩૮ ૩ ૫
૧૧ બનાસકાંઠા ૨૯ ૧ ૧૪
૧૨ નર્મદા ૧૨ ૦ ૧૦
૧૩ છોટાઉદેપુર ૧૪ ૦ ૬
૧૪ કચ્છ ૭ ૧ ૫
૧૫ મહેસાણા ૧૧ ૦ ૭
૧૬ બોટાદ ૨૭ ૧ ૨
૧૭ પોરબંદર ૩ ૦ ૩
૧૮ દાહોદ ૬ ૦ ૨
૧૯ ગીરસોમનાથ ૩ ૦ ૩ ૨૦ ખેડા ૯ ૦ ૨
૨૧ જામનગર ૧ ૧ ૦
૨૨ મોરબી ૧ ૦ ૧
૨૩ સાબરકાંઠા ૩ ૦ ૩
૨૪ અરવલ્લી ૧૯ ૧ ૬
૨૫ મહિસાગર ૨૩ ૦ ૫
૨૬ તાપી ૨ ૦ ૦
૨૭ વલસાડ ૬ ૧ ૦
૨૮ નવસારી ૮ ૦ ૨
૨૯ ડાંગ ૨ ૦ ૦
૩૦ સુરેન્દ્રનગર ૧ ૦ ૧
કુલ ૫૦૫૪ ૨૬૨ ૮૯૬
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા કેસ
જિલ્લો કેસ
અમદાવાદ ૨૫૦
ભાવનગર ૬
બોટાદ ૬
દાહોદ ૧
ગાંધીનગર ૧૮
ખેડા ૩
નવસારી ૨
પંચમહાલ ૧
પાટણ ૩
સુરત ૧૭
તાપી ૧
વડોદરા ૧૭
વલસાડ ૧
મહીસાગર ૬
છોટાઉદેપુર ૧
કુલ ૩૩૩
Recent Comments