અમદાવાદ,તા.૧ર
ગુજરાતમાં હવે કોરોનાના કેસો ધીરે ધીરે ઘટવાના શરૂ થયા છે. પરંતુ હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. કેમ કે કોરોનાથી મોતનો આંકડો હજુ ચિંતાજનક છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ૧ર૦૪ નવા કેસ નોંધાયા છે. જયારે ૧ર દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ર,ર૬,પ૦૮ થઈ છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૨૦૪ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૨૬,૫૦૮એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૧૬૦એ પહોંચ્યો છે. જ્યારે ૧૩૩૮ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે ગુજરાતમાં સાજા થવાનો દર ૯૨.૨૧ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૦,૪૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૫૧, સુરત કોર્પોરેશન ૧૫૮, વડોદરા કોર્પોરેશન ૧૧૭, રાજકોટ કોર્પોરેશન ૯૮, મહેસાણા ૪૩, વડોદરા ૪૦, ગાંધીનગર ૩૪, કચ્છ ૩૩, જામનગર કોર્પોરેશન ૩૦, દાહોદ ૨૯, રાજકોટ ૨૮, સાબરકાંઠા ૨૩, ગાંધીનગર કોર્પોરેશન ૨૨, ખેડા ૨૨, અમરેલી ૨૦, મોરબી ૨૦, સુરત ૨૦, જામનગર ૧૯, પાટણ ૧૮, સુરેન્દ્રનગર ૧૭, બનાસકાંઠા ૧૫, ભાવનગર ૧૪, ભાવનગર કોર્પોરેશન ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૪, જુનાગઢ ૧૩, નર્મદા ૧૨, આણાંદ ૧૧, ભરૂચ ૧૧, પંચમહાલ ૧૦, અમદાવાદ ૯, ગીર સોમનાથ ૮, અરવલ્લી ૬, મહીસાગર ૬, દેવભૂમિ દ્વારકા ૫, છોટા ઉદેપુર ૪, તાપી ૪, પોરબાંદર ૩, વલસાડ ૨, બોટાદ ૧ કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૧૨ દર્દીઓના મોત થયાનું સ્વીકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન ૨, આણંદ ૧, મહેસાણા ૧, નવસારી ૧, રાજકોટ કોર્પોરેશન ૧ વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૧૬૦એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૦૮,૮૬૭ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૪૮૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૮ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૪૧૩ સ્ટેબલ છે. જ્યારે પ,૩૯,૦૪૬ લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
Recent Comments