(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૩
ગુજરાતમાં અનલોકની છૂટછાટ ભારે પડી શકે તેવી સ્થિતિ ધીમેધીમે નિર્માણ પામી રહી છે અનલોક દરમ્યાન રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધવા પામ્યું છે એટલું જ નહી છેલ્લા દસ-પંદર દિવસથી તો ઉછાળારૂપ વિસ્ફોટક કેસો બહાર આવતા રાજયના કુલ કેસોના આંકનું મીટર પણ અત્યંત ઝડપથી ફરી રહ્યું છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ફરી મોટો ઉછાળો નોંધાતા વધુ નવા રેકોર્ડરૂપ ૯૦ર કોરોનાના કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ નવું કોરોના હોટસ્પોટ સુરત નં.૧ પર રહેતા ઉછાળારૂપ ર૮૭ કેસ બહાર આવ્યા છે. તો અમદાવાદમાં કેસોનો ઘટાડો જારી રહ્યો છે. બીજી તરફ રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ પણ ઘટવા પામ્યું છે. ર૪ કલાકમાં રાજયમાં વધુ ૧૦ વ્યકિતઓ મોતને ભેટી છે. જયારે કોરોના કેસોના ઉછાળા સામે રાહતરૂપ કોરોનામાંથી દર્દીઓ સાજા થવામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયભરમાં ર૪ કલાકમાં વધુ ૬૦૮ દર્દીઓ કોરોના મુકત થવામાં સફળ રહ્યા છે. રાજયભરમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે ચિંતાજનક રીતે પોઝિટિવ કેસોમાં ઉછાળો રોજે રોજ નોંધાઈ રહ્યો છે રાજયમાં રોજના કોરોના કેસોમાં પ૦૦થી ૯૦૦ સુધીનો આંક બહુ ઝડપથી એટલે કે ઓછા સમયમાં પાર થઈ જવા પામ્યો છે. જે દર્શાવે છે કે રાજયમાં અનલોક દરમ્યાન કોરોના ઝડપથી વકરી રહ્યો છે. જેનો સિલસિલો આગળ જતા વધુ ઝડપથી જારી રહેશે તો રાજય માટે કપરી સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે. રાજયમાં આજે ફરી એકવાર નવા રેકોર્ડરૂપ ૯૦ર કેસ બહાર આવ્યા છે. જેમાં અમદાવાદને બાજુએ રાખી નં.૧ બનેલ સુરત જિલ્લામાં ઉછાળારૂપ ર૮૭ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ર૦૭ અને જિલ્લામાં ૮૦ કેસ નોંધાયા છે. તો મુખ્ય હોટસ્પોટ અમદાવાદમાં કેસોનો ઘટાડો સતત જારી રહેતા આજે પણ શહેરમાં ૧પર જિલ્લામાં ૧ર મળી કુલ ૧૬૪ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજયમાં વડોદરા, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી જિલ્લાઓમાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં-૭૪ કેસ, જૂનાગઢમાં- ૪૬ કેસ, ભાવનગર-૪૦, રાજકોટ-૩૪, અમરેલી-ર૯, સુરેન્દ્રનગર-ર૬, ગાંધીનગર-રપ, ખેડા-નવસારી-૧૯-૧૯ કેસ, દાહોદ-૧૬, ભરૂચ-૧પ, બનાસકાંઠા-મહેસાણા-૧ર-૧ર કેસ તેમજ રાજયના અન્ય ૧૪ જિલ્લાઓમાં ૧થી ૧૦ કેસ નોંધાવવા પામેલ છે. આમ રાજયના બે-ચાર જિલ્લાને બાદ કરતા અન્ય તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાવવા પામેલ છે. રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસોનો આંક બહુ જ ઝડપથી ૪ર હજારને પાર કરી ૪૩ હજારની નજીક પહોંચી જવા પામેલ છે કુલ કેસ ૪ર૮૦૮ થયા છે તો કોરોના મુખ્ય હોટસ્પોટ અમદાવાદનો કોરોના કેસોનો કુલ આંક ર૩પપ૯ થયેલ છે. જયારે નવા હોટસ્પોટ સુરતમાં કોરોનાના કુલ કેસ ઝડપથી ૮૧૧પ થઈ થવા પામેલ છે. રાજયમાં કોરોનામાં મોતનું પ્રમાણ છેલ્લા સપ્તાહથી ઘટી રહ્યું છે. ર૪ કલાકમાં રાજયમાં ૧૦ વ્યકિતઓના મરણ થવા પામેલ છે. જેમાં પણ સુરતમાં સૌથી વધુ પાંચ વ્યકિતઓના મોત થયા છે. તો અમદાવાદમાં ૩નાં અને ગાંધીનગર તથા મોરબી જિલ્લામાં ૧-૧ વ્યકિતના મૃત્યુ નીપજેલ છે. આ સાથે રાજયભરમાં અત્યાર સુધીમાં કોરોનામાં કુલ ર૦પ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો કોરોના હબ એવા અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧પર૩ થવા પામેલ છે. જયારે સુરતમાં કોરોનામાં રરપના મરણ થયા છે. રાજયમાં કોરોનાના વધતા કેસો સામે સારવાર દરમ્યાન સાજા થવાના મામલામાં રાહત પહોંચાડતો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં વધુ ૬૦૮ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૮૬ દર્દી સાજા થયેલ છે. તો અમદાવાદ જિલ્લામાં ૧રપ દર્દી, વડોદરામાં-૧૦ર દર્દી તથા જૂનાગઢ-૪૮, ગાંધીનગર-ર૪, ભરૂચ-૧૮, ખેડા-૧૭ તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૩ દર્દી સાજા થયેલ છે. આ સાથે રાજયભરમાં કુલ ર૯૮૦૬ લોકો કોરોના મુકત થવામાં સફળ રહ્યા છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસો

જિલ્લો/કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન ૨૦૭
અમદાવાદ કોર્પોરેશન ૧૫૨
સુરત ૮૦
વડોદરા કોર્પોરેશન ૬૧
જૂનાગઢ ૩૪
અમરેલી ૨૯
સુરેન્દ્રનગર ૨૬
ભાવનગર કોર્પોરેશન ૨૪
રાજકોટ કોર્પોરેશન ૨૨
ખેડા ૧૯
નવસારી ૧૯
ભાવનગર ૧૬
દાહોદ ૧૬
ગાંધીનગર ૧૬
ભરૂચ ૧૫
વડોદરા ૧૩
અમદાવાદ ૧૨
બનાસકાંઠા ૧૨
જૂનાગઢ કોર્પોરેશન ૧૨
જિલ્લો/કોર્પોરેશન કેસ
મહેસાણા ૧૨
રાજકોટ ૧૨
જામનગર કોર્પોરેશન ૧૦
પાટણ ૧૦
આણંદ ૦૯
ગાંધીનગર કોર્પોરેશન ૦૯
મોરબી ૦૯
વલસાડ ૦૮
કચ્છ ૦૭
સાબરકાંઠા ૦૭
મહીસાગર ૦૫
પોરબંદર ૦૪
અરવલ્લી ૦૩
છોટા ઉદેપુર ૦૩
જામનગર ૦૩
પંચમહાલ ૦૩
બોટાદ ૦૨
તાપી ૦૧
કુલ ૯૦૨