ડભોઈ, તા.ર૪
ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી શિવાની ગોયલ સાથે મામલતદાર જેએન પટેલ, ચીફ ઓફિસર એસકે ગરવાલ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા ડભોઇના બજારોમાં હાલ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે સમીક્ષા કરવામાં આવી હતી. નગરજનો બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે અને સમૂહમાં ભેગા ન થાય તેનું ધ્યાન રાખે તે માટે લોકોને સૂચના આપવામાં આવી હતી. આજરોજ પ્રાંત અધિકારી બજારોમાં ફરી લોકોને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના આપી હતી. લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીમાં ખુલ્લા સ્થળોએ અને બંધ સ્થળોએ ૫૦%થી વધુ નહીં અને મહતમ ૧૦૦ વ્યક્તીઓની મર્યાદામાં સમારોહ અને આયોજનને મંજૂરી અપાય છે તથા મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં ૫૦ વ્યક્તિઓની મર્યાદા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અનુસંધાને બંને કિસ્સાઓમાં પ્રાંત અધિકારીની માટે સેવાસદન અરજી કરી મંજૂરી જરૂરી દસ્તાવેજો અને અરજી કર્યા બાદ મંજૂરી મળી શકશેનું પ્રાંત અધિકારી ગોયલ દ્વારા જણાવાયું છે.