(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને રોકવા રાજ્યભરમાં લોકડાઉન અમલી છે અને ધીમે-ધીમે લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં દિવસે દિવસે પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી જાય છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના ૩૯૮ કેસ નોંધાયા છે, તે પૈકી અમદાવાદમાં જ ર૭૧ એટલે કે ૭૦ ટકા જેટલા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે, જ્યારે મોતનો આંક પણ આજે થોડો ઊંચો ગયો હતો. રાજ્યમાં ર૪ કલાકમાં ૩૦ મોત થયા હતા. જેમાં અમદાવાદના ર૬ મોતનો સમાવેશ થાય છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના નવા નોંધાયેલા ૩૯૮ કેસો પૈકી જિલ્લા મુજબ કેસોની સંખ્યા જોઈએ તો પ્રથમ ક્રમે અમદાવાદમાં ર૭૧ ઉપરાંત બીજા ક્રમે સુરતમાં ૩૭, ત્રીજા ક્રમે વડોદરા ર૬ તથા મહીસાગર અને પાટણમાં ૧પ-૧પ, કચ્છમાં પ, અરવલ્લીમાં ૪, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં ૩-૩, બનાસકાંઠા, આણંદ, ખેડા અને વલસાડમાં ર-ર તથા જામનગર, ભરૂચ, દાહોદ અને જૂનાગઢ તથા અન્ય રાજ્યના ૧-૧ મળી કુલ ૩૯૮ કેસો આજે ર૪ કલાકમાં નોંધાયા હતા. છેલ્લા ર૪ કલાકના મોતની વાત કરીએ તો કુલ ૩૦ મોત પૈકી ર૬ અમદાવાદ તથા સુરત, ગાંધીનગર, પાટણ અને સાબરકાંઠામાં ૧-૧ મોતનો સમાવેશ થાય છે. કુલ ૩૦ પૈકી ૧પ મોત પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે થયા હતા. જ્યારે બાકીના ૧પ દર્દી અન્ય બીમારીથી પણ પીડાતા હતા. રાજ્યમાં આજદિન સુધી કોવિડ-૧૯ના કુલ ૧ર,પ૩૯ પોઝિટિવ દર્દી નોંધાયા હતા, તે પૈકી ૭૪૯ દર્દીઓ મોતને ભેટ્યા છે. ૪૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૬પર૪ દર્દીઓ સ્ટેબલ હાલતમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે પર૧૯ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૭૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જેમાં અમદાવાદમાં ૧૦૭, સુરતમાં રપ, વડોદરામાં ૧ર, ગાંધીનગરમાં ૧૦, ભાવનગરમાં ૯, સાબરકાંઠા પ, બોટાદમાં ૩, પંચમહાલમાં ર તથા આણંદ, બનાસકાંઠા અને ભરૂચમાં ૧-૧ દર્દીઓનો સમાવેશ થાય છે કે, જેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યભરમાં કોવિડ-૧૯ના કેસો નોંધાવાની શરૂઆત થઈ ત્યારથી આજદિન સુધી ૧,૬૦,૭૭ર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે પૈકી ૧,૪૮,ર૩૩ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે બાકીના ૧ર,પ૩૯ દર્દીઓને પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકલા અમદાવાદમાં જ પોઝિટિવ દર્દીઓનો આંક ૯ર૧૬, જ્યારે ૬૦રના મૃત્યુ, ૩૧૩૦ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં મોતની સંખ્યા
જિલ્લો કુલ પુરૂષ સ્ત્રી
અમદાવાદ ર૬ રર ૦૪
સુરત ૦૧ ૦૦ ૦૧
ગાંધીનગર ૦૧ ૦૦ ૦૧
પાટણ ૦૧ ૦૧ ૦૦
સાબરકાંઠા ૦૧ ૦૧ ૦૦
કુલ ૩૦ ર૪ ૦૬
રાજ્યમાં કોવિડ-૧૯ના નવા નોંધાયેલા કેસો
જિલ્લો કેસ
અમદાવાદ ૨૭૧
સુરત ૩૭
વડોદરા ૨૬
મહિસાગર ૧૫
પાટણ ૧૫
કચ્છ ૦૫
અરવલ્લી ૦૪
ગાંધીનગર ૦૩
સાબરકાંઠા ૦૩
નવસારી ૦૩
સુરેન્દ્રનગર ૦૩
બનાસકાંઠા ૦૨
આણંદ ૦૨
ખેડા ૦૨
વલસાડ ૦૨
જામનગર ૦૧
ભરૂચ ૦૧
દાહોદ ૦૧
જૂનાગઢ ૦૧
અન્ય રાજ્ય ૦૧
કુલ ૩૯૮
રાજ્યના કોવિડ-૧૯ના આજદિન સુધી નોંધાયેલા જિલ્લાવાર કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ
જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ અમદાવાદ ૯૨૧૬ ૬૦૨ ૩૧૩૦ સુરત ૧૧૩૯ ૫૬ ૭૮૩ વડોદરા ૭૨૬ ૩૨ ૪૬૩ ગાંધીનગર ૧૯૩ ૦૮ ૮૨ ભાવનગર ૧૧૪ ૦૮ ૮૪ બનાસકાંઠા ૮૮ ૦૪ ૭૮ આણંદ ૮૫ ૦૮ ૭૫ રાજકોટ ૮૨ ૦૨ ૫૨ અરવલ્લી ૮૬ ૦૩ ૭૫ મહેસાણા ૮૦ ૦૩ ૫૧ પંચમહાલ ૭૧ ૦૬ ૫૬ બોટાદ ૫૬ ૦૧ ૫૪ મહિસાગર ૬૮ ૦૧ ૩૮ ખેડા ૫૩ ૦૧ ૨૫ પાટણ ૬૮ ૦૪ ૨૫ જામનગર ૪૩ ૦૨ ૨૨ ભરૂચ ૩૭ ૦૩ ૨૬ સાબરકાંઠા ૪૯ ૦૩ ૨૦ ગીર-સોમનાથ ૨૮ ૦૦ ૦૩ દાહોદ ૨૯ ૦૦ ૧૬ છોટા-ઉદેપુર ૨૨ ૦૦ ૧૪ કચ્છ ૫૭ ૦૧ ૦૬ નર્મદા ૧૩ ૦૦ ૧૨ દેવભૂમિદ્વારકા ૧૨ ૦૦ ૦૨ વલસાડ ૧૭ ૦૧ ૦૪ નવસારી ૧૧ ૦૦ ૦૮ જૂનાગઢ ૧૩ ૦૦ ૦૩ પોરબંદર ૦૫ ૦૦ ૦૩ સુરેન્દ્રનગર ૧૩ ૦૦ ૦૩ મોરબી ૦૨ ૦૦ ૦૨ તાપી ૦૩ ૦૦ ૦૨ ડાંગ ૦૨ ૦૦ ૦૨ અમરેલી ૦૨ ૦૦ ૦૦ અન્ય રાજ્ય ૦૨ ૦૦ ૦૦ કુલ ૧૨૫૩૯ ૭૪૯ ૫૨૧૯
Recent Comments