અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક સ્થળોએ ભારેથી અતિભારે તેમજ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ર૪ કલાકમા રાજ્યના ૩૩ જિલ્લાના ર૩૪ તાલુકાઓમાં સામાન્યથી ૧૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં ૧૧ ઈંચ ખાબક્યો છે જ્યારે રાજ્યના ર૪ તાલુકાઓમાં ૪ ઈંચ કરતા વધારે, ૩૭ તાલુકાઓમાં ૩ ઈંચ કરતાં વધારે, પ૬ તાલુકાઓમાં ર ઈંચ કરતાં વધારે જ્યારે ૧૦૪ તાલુકાઓમાં ૧ ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. વાત કરીએ કયાં કેટલો વરસાદની તો ડોલવણમાં ૧૧ ઈંચ, માંડવીમં ૧૦ ઈંચ, વ્યારામાં ૮ ઈંચ, તલાલામાં સાડા સાત ઈંચ, સુરતના મહુવામાં ૬ ઈંચ તદઉપરત વઘઈમાં ૧૪૧ મીમી, બારડોલીમાં ૧૩૭ , સોનગઢમાં અને ગણદેવીમાં ૧૩૧ મીમી, કડીમાં ૧ર૮ મીમી, દહેગામ-તારાપુરમાં ૧ર૦ મીમી, સોજિત્રામાં ૧૧૮ મીમી, ડાંગ-આહવામાં ૧૧૬ મીમી, અંકલેશ્વર અને ઉમરપાડામાં ૧૧૪ મીમી, નખત્રાણામાં ૧૧ર મીમી, જોડિયા અને ધરમપુરમાં ૧૧૦ મીમી, પેટલાદમાં ૧૦૭ મીમી, ખંભાતમાં અને ચીખલીમાં ૧૦પ મીમી એમ કુલ ૧૭ તાલુકાઓમાં ચારથી છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે જ્યારે ૩૧ તાલુકાઓમાં બેથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બીજી તરફ વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ તેમજ અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, આણંદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, જૂનાગઢ, દ્વારકા, અને ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના ર૦પ ડેમો પૈકી અનેક ડેમો છલકાયા છે તો અનેક ડેમોમાં ૬૦ ટકાથી વધુ પાણીની આવક થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી ૮૩ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.