અમદાવાદ, તા.૧૨
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અનેક સ્થળોએ કમોસમી વરસાદ થતાં પણ ઠંડીમાં વધારો થયો છે, જ્યારે અનેક સ્થળોએ વહેલી સવારે ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે સૌથી ઓછા ૧ર.ર ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર ઠંડીનું પાટનગર બન્યું હતું, જ્યારે અન્ય કેટલાક સ્થળોએ પણ લઘુતમ તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રીની નજીક રહેવા પામ્યું હતું, જેને પરિણામે લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો છે, જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. વાત કરીએ તાપમાનની તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે ૧ર.ર ડિગ્રી જોવા મળ્યું હતું, જ્યારે અમદાવાદમાં ૧ર.૮, કેશોદમાં ૧૪.૬, દીવમાં ૧પ.૧, આણંદમાં ૧પ.ર, ડીસામાં ૧પ.૪, વડોદરામાં ૧પ.૬, મહુવામાં ૧પ.૭, સુરતમાં ૧૬.ર, કંડલા એરપોર્ટમાં ૧૬.૭, રાજકોટમાં ૧૬.૮, નલિયામાં ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રોમાં દેખાડી રહ્યા છે અને મોડી રાત્રે તેમજ વહેલી સવારે લોકો તાપણા કરી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
ગાંધીનગર ૧ર.ર
અમદાવાદ ૧ર.૮
કેશોદ ૧૪.૬
દીવ ૧પ.૧
આણંદ ૧પ.ર
ડીસા ૧પ.૪
વડોદરા ૧પ.૬
મહુવા ૧પ.૭
સુરત ૧૬.ર
કંડલા એરપોર્ટ ૧૬.૭
રાજકોટ ૧૬.૮
નલિયા ૧૭.૬