અમદાવાદ, તા.૨૫
કારતક મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં રાજ્યમાં ઠંડીએ પોતાનું જોર બતાવ્યું નથી, ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જો કે, રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે જોતા ઠંડીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી ર૬ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભાગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી રહેલી છે. ઉત્તર-પશ્ચિમ ભાગોમાં પણ ઠંડીનો પારો ૮ ડિગ્રી આસપાસ જતો રહેશે. જેના કારણે ગુજરાતનું હવામાન પણ ખરાબ થાય તેવી શક્યતા રહેલી છે. ડિસેમ્બર મહિનાના પહેલાં પખવાડિયામાં હવામાન ખરાબ થાય તેવી શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતમાં ભારે પવનનું જોર વધે તેવી શક્યતા છે, જેના કારણે જનજીવન ઠૂંઠવાય તેવી શક્યતા રહેલી છે. જો કે, પહેલાં અઠવાડિયા બાદ ઠંડીની અસર ઓછી વર્તાશે અને વાતાવરણમાં થોડીક ગરમાવટ પણ રહેશે, તેવી શક્યતા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ભૂજમાં ૧૮.૪, ગાંધીનગર અને મહુવામાં ૧૮.પ, રાજકોટમાં ૧૮.૭, અમદાવાદમાં ૧૮.૮, કંડલામાં ૧૯, ડીસામાં ૧૯.પ અને વડોદરામાં લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીની પા…પા…પગલી શરૂ નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી

Recent Comments