અમદાવાદ, તા.૩૧
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા શરૂ કરવામાં આવેલા પેટ્રોલિંગની વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન નહીં કરવાના ૧૧૦ જેટલા ગુના આ પ્રકારે ધ્યાને આવ્યા હતા, જેના આધારે ૩૦૭ લોકોની અટકાયત કરાઈ હતી. જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે ૧૨ ગુના નોંધાયા હતા અને ૩૧ લોકોની અટકાયત કરાઈ હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર કોરોનાની મહામારી અંગે અફવાઓ અને ખોટા મેસેજીસ ફેલાવવા અંગેના ૩ ગુના નોંધાયા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાહેરનામા ભંગના કુલ ૧૦૩૪ ગુના, ક્વૉરન્ટાઇન ભંગના ૩૫૭ ગુના અને અન્ય ૩૩ ગુના સહિત કુલ ૧૪૨૪ ગુના નોંધાયા હતા. જેના આધારે ૨૫૭૨ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ૬૮૮૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ડ્રોન દ્વારા ચેકિંગથી ૧૧૦ ગુનામાં ૩૦૭ની અટકાયત

Recent Comments