(સંવાદદાતા

દ્વારા)
ગાંધીનગર, તા.૮
કોરોના મહામારીને કારણે લાંબા સમયથી રાજ્યમાં બંધ શાળા-કોલેજો ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે તો આ અંગે રાજ્ય સરકારે વિધિસર ઠરાવ કર્યો છે, જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં શાળા-કોલેજો ખૂલશે નહીં અને તે વિસ્તારના વિદ્યાર્થીઓ કે સ્ટાફ શાળાએ જઈ શકશે નહીં તેવો નિર્ણય પણ કરાયો છે. રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગો શરૂ કરવા માટે સરકારે ઠરાવ કર્યો છે. તે અંતર્ગત ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ફરજીયાત વર્ગોમાં હાજરી આપવી જરૂરી નહીં હોય અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક રાખવામાં આવી છે. જેથી સ્કૂલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ સ્કૂલોએ આપવું પડશે. અગાઉ ભારત સરકારે અનલોક દરમિયાન સ્કૂલો શરૂ કરવા ૧૫ ઓક્ટોબર ૨૦૨૦માં છૂટ આપી હતી. ત્યારબાદ રાજ્યમાં ૧૮ સપ્ટેમ્બરે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે ૨૧ સપ્ટેમ્બરે સ્કૂલો શરૂ કરવાના નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો હતો. દરમિયાન ગઈ ૬ જાન્યુઆરીએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨નું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ ફરી શરૂ કરવાની બાબતે વિચારણા કરી નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે. જેમાં તેમની હાજરી સ્વૈચ્છિક રહેશે. ક્લાસરૂમમાં હાજર રહેવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્ર રજૂ કરવું પડશે. ઉપરાંત જે વર્ગમાં ન જોડાય તેમને ઓનલાઈન ભણાવવાની વ્યવસ્થા સ્કૂલોએ કરવી પડશે. વિદ્યાર્થીઓની સંખ્યા અને વિષયની જરૂરિયાત તેમજ જટિલતા ધ્યાને લઈને સ્કૂલોઓ ક્લાસમાં સંખ્યા ગોઠવવી પડશે. બે વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની માર્ગદર્શિકા (ર્જીંઁ) મુજબ સોશિયલ ડિસ્ટન્સ ગોઠવવાનો નિર્ણય આચાર્યએ લેવો પડશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા અથવા પરિવાર કોરોના સંક્રમિત હોય તેવા વિદ્યાર્થી કે શૈક્ષણિક સ્ટાફ પૈકીના કોઈ સ્કૂલમાં હાજર નહીં રહી શકે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્કૂલ હશે તો પણ ખોલી શકાશે નહીં. ભારત સરકારની માર્ગદર્શિકા મજુબ તમામ આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ જીસ્ઝ્ર સભ્ય વગેરેના કેપેસિટી બિલ્ડીંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (ય્ઝ્રઈઇ્‌) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડ્ઢૈંઈ્‌)એ કરવાની રહેશે. શૈક્ષણિક કામગીરી માટે ભારત સરકારની બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે. તેમ ઠરાવાયું છે.