(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
આકાશમાંથી વરસતી લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસો પણ હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસો ૩પ૦થી ૪૦૦ વચ્ચે સ્થિર થઈ ગયા છે, જે ખરેખર સરકારની આંકડાકીય માયાજાળ છે કે, બીજું કાંઈ જે હોય તે પરંતુ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના ૩૭૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યાનો આંક ૧૩ હજાર નજીક ૧ર,૯૧૦ પહોંચી ગયો છે, જ્યારે આજના ર૪ મોત સાથે કુલ મોતનો આંક ૭૭૩ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં અમદાવાદમાં ર૩૩, સુરતમાં ૩૪, વડોદરામાં ર૪, મહેસાણામાં ૧૩, બનાસકાંઠામાં ૧૧, મહીસાગરમાં ૯, અરવલ્લીમાં ૭, ગીર-સોમનાથમાં ૬, ગાંધીનગરમાં પ, કચ્છમાં ૪ તથા જામનગર, સાબરકાંઠા, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગર તથા અન્ય રાજ્યના ૩-૩, નર્મદા અને જૂનાગઢના ર-ર તથા પંચમહાલ, ખેડા અને પાટણના એક-એક કેસ મળી કુલ ૩૭૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા ર૪ કલાકમાં મોતની વિગત જોઈએ તો અમદાવાદમાં ૧૭, વડોદરામાં ૩ તથા સુરત, આણંદ, ખેડા અને મહેસાણામાં ૧-૧ મળી કુલ ર૪ દર્દીઓ મોતને ભેટ્યા છે. આ ર૪ પૈકી પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે છ લોકોના જ્યારે બાકીના ૧૮ અન્ય બીમારીથી પણ પીડાતા હતા, તેઓ પણ મોતને ભેટ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૧,૬૬,૧પર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧,પ૩,ર૪ર લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧ર,૯૧૦ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ૧ર,૯૧૦ પૈકી ૭૭૩ દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા, જ્યારે પ૪૮૮ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં પર દર્દીઓ વેન્ટિલેટર પર અને ૬પ૯૭ દર્દીઓ સ્ટેબલ હાલતમાં સારવાર હેઠળ છે. છેલ્લા ર૪ કલાકમાં કુલ ર૬૯ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં અમદાવાદમાં ર૦૦, સુરતમાં ૪૦, ગાંધીનગર ૮, વડોદરા ૭, જામનગર અને રાજકોટમાં ૩-૩, દાહોદ, દેવભૂમિદ્વારકા અને પંચમહાલમાં ર-ર તથા ખેડા અને નર્મદામાં ૧-૧ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા ર૪ કલાકમાં ર૩૩ કેસ નોંધાયા હતા. આ સાથે આજદિન સુધી નોંધાયેેલા પોઝિટિવ કેસોની સંખ્યા ૯૪૪૯ સુધી પહોંચી ચૂકી છે. જ્યારે અમદાવાદમાં આજના ૧૭ મોત સાથે કુલ મોત ૬૧૯ તથા ર૦૦ નવા ડિસ્ચાર્જ સાથે કુલ ૩૩૩૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સમગ્ર આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોવિડ-૧૯ના કેસોની બાબતમાં શરૂઆતથી લઈ આજદિન સુધી ટોપ પર છે. રાજ્યમાં નોંધાયેલા કુલ ૧ર,૯૧૦ પોઝિટિવ કેસ પૈકી ૯૪૪૯ માત્ર અમદાવાદના, કુલ ૭૭૩ મોત પૈકી ૬૧૯ અમદાવાદમાં નોંધાયા છે, જે કુલ સંખ્યાના ૭૦ ટકાથી વધુ થવા જાય છે.

રાજ્યમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોવિડ-૧૯ના કુલ કેસ, મોત, ડિસ્ચાર્જ

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ અમદાવાદ ૯૪૪૯ ૬૧૯ ૩૩૩૦ સુરત ૧૨૨૭ ૫૭ ૮૨૩ વડોદરા ૭૫૦ ૩૨ ૪૭૦ ગાંધીનગર ૧૯૮ ૧૧ ૯૦ ભાવનગર ૧૧૪ ૦૮ ૮૪ બનાસકાંઠા ૯૯ ૦૪ ૭૮ આણંદ ૮૫ ૦૯ ૭૫ રાજકોટ ૮૨ ૦૨ ૫૫ અરવલ્લી ૯૩ ૦૩ ૭૫ મહેસાણા ૯૩ ૦૪ ૫૧ પંચમહાલ ૭૨ ૦૬ ૫૮ બોટાદ ૫૬ ૦૧ ૫૪ મહિસાગર ૭૭ ૦૧ ૩૮ ખેડા ૫૪ ૦૨ ૨૬ પાટણ ૬૯ ૦૪ ૨૫ જામનગર ૪૬ ૦૨ ૨૫ ભરૂચ ૩૭ ૦૩ ૨૬ સાબરકાંઠા ૫૨ ૦૩ ૨૦ ગીર-સોમનાથ ૩૪ ૦૦ ૦૩ દાહોદ ૩૨ ૦૦ ૧૮ છોટા-ઉદેપુર ૨૨ ૦૦ ૧૪ કચ્છ ૬૧ ૦૧ ૦૬ નર્મદા ૧૫ ૦૦ ૧૩ દેવભૂમિદ્વારકા ૧૨ ૦૦ ૦૪ વલસાડ ૧૭ ૦૧ ૦૪ નવસારી ૧૪ ૦૦ ૦૮ જૂનાગઢ ૧૫ ૦૦ ૦૩ પોરબંદર ૦૫ ૦૦ ૦૩ સુરેન્દ્રનગર ૧૬ ૦૦ ૦૩ મોરબી ૦૨ ૦૦ ૦૨ તાપી ૦૩ ૦૦ ૦૨ ડાંગ ૦૨ ૦૦ ૦૨ અમરેલી ૦૨ ૦૦ ૦૦ અન્ય રાજ્ય ૦૫ ૦૦ ૦૦ કુલ ૧૨૯૧૦ ૭૭૩ ૫૪૮૮