(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૪
ગુજરાતમાં એમાંય ખાસ કરીને સુરતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધતી જતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરત બાદ સૌરાષ્ટ્રમાં પણ કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આજે રાજયમાં વિક્રમજનક ૯૧પ કેસો નોંધાતા રોજેરોજના નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંક ૪૩ હજારને પાર કરી ૪૩૭ર૩ પર પહોંચી ગયો છે. આજે રાજયમાં સુરત સૌથી હોટસ્પોટ શહેર રહ્યું હતું. સુરત શહેરમાં રર૧ અને જિલ્લામાં ૭૦ કેસ મળી કુલ ર૯૧ કેસ નોંધાયા હતા. જયારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં કુલ ૧પ૪ અને જિલ્લામાં ૧૩ મળી કુલ ૧૬૭ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરમાં પ૬ અને જિલ્લામાં ર૦ મળી કુલ ૭૬, ભાવનગર કોર્પોરેશનમાં ૩૩ અને જિલ્લામાં ૧ર મળી કુલ ૪પ, સુરેન્દ્રનગરમાં ૩૧, ભરૂચમાં ર૮, બનાસકાંઠા અને મહેસાણામાં ર૧-ર૧, દાહોદમાં ૧૯, રાજકોટ શહેરમાં ૧૭ અને જિલ્લામાં ૭ મળી કુલ ર૪, ખેડામાં ૧પ, વલસાડમાં ૧૪, જામનગર શહેરમાં ૧૩ અને જિલ્લામાં પ મળી કુલ ૧૮, જૂનાગઢ શહેરમાં ૧ર અને જિલ્લામાં ૧૩ મળી કુલ રપ, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧ર અને જિલ્લામાં ૧૪ મળી કુલ ર૬ તથા અન્ય શહેરમાં ૧થી ૧૦ કેસો મળી કુલ ૯૧પ કેસો નોંધાયા છે. જયારે આજે કુલ ૭૪૯ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાં સૌથી વધુ ૧૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે અમદાવાદમાં ઉલટીગંગા વહી હતી. દાખલ દર્દીઓની સંખ્યા ૧પ૪ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૧૬૮ હતી જે કેસ કરતા ડિસ્ચાર્જ વધુ હતા. જયારે બનાસકાંઠામાં ૬૦, રાજકોટમાં પ૧, વડોદરામાં પ૦, સુરત જિલ્લામાં ૪૯, વલસાડમાં રપ, નવસારીમાં ૧૩, અમદાવાદ અને વડોદરા જિલ્લામાં ૧ર-૧ર સહિત કુલ ૭૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજયના મૃત્યુની સંખ્યા જોઈએ તો કુલ ૧૪ મોત નોંધાયા છે જેમાં અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પો.માં ૩-૩, સુરતમાં ૧ર, બનાસકાંઠા, ભાવનગર, અને ગાંધીનગર કોર્પોરેશન ૧-૧ મોત નોધાયા છે. આ સાથે રાજયમાં કુલ મોતની સંખ્યા ર૦૭૧ થઈ છે. રાજયમાં આજદીન સુધી કોરોનાના ૪૩૭ર૩ કેસ નોંધાયા છે. જે પૈકી ૩૦પપપ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ર૦૭૧ના મોત નીપજયા છે. હાલ ૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૧૦ર૬ દર્દીઓ સ્ટેબલ હાલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો કોરોનાના કેસોની કુલ સંખ્યા ર૩૭ર૬ સુધી પહોંચી ગઈ છે જયારે સુરતમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યા ૮૪૦૬ પર પહોંચી ગઈ છે. જયારે મોતની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં આજના ૩ સાથે કુલ ૧પર૬ અને સુરતમાં નવા ૩ સાથે રર૮ કુલ મોત થઈ ચૂકયા છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને કાબુમાં લેવા અત્યાર સુધી ૪૭૮૩૬૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૪૩૭ર૩ દર્દીઓને કોરોના પોઝિટિવ માલુમ પડતા સારવાર માટે ખસેડયા હતા. ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ ૩૩૯૪૧ર લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૩,૩૬,૮૪૩ હોમ કવોરેન્ટાઈન અને રપ૬૯ લોકોને ફેસીલીટી કવોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ કેસ, કુલ મોત કેટલા ડિસ્ચાર્જ અને એક્ટિવ કેસ

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ અમદાવાદ ૨૩૪૨૬ ૧૮૧૨૩ ૧૫૨૭ ૩૭૭૬
સુરત ૮૪૦૬ ૫૩૧૫ ૨૨૭ ૨૮૬૪
વડોદરા ૩૨૦૨ ૨૩૦૨ ૫૪ ૮૪૬
ગાંધીનગર ૯૪૪ ૬૬૫ ૩૫ ૨૪૪
ભાવનગર ૬૮૭ ૨૨૭ ૧૪ ૪૪૬
બનાસકાંઠા ૩૬૯ ૨૮૭ ૧૫ ૬૭
આણંદ ૩૧૮ ૨૭૩ ૧૩ ૩૨
રાજકોટ ૭૧૩ ૨૩૮ ૧૬ ૪૫૯
અરવલ્લી ૨૯૪ ૨૪૩ ૨૬ ૨૫
મહેસાણા ૪૭૨ ૨૦૬ ૧૪ ૨૫૨
પંચમહાલ ૨૫૭ ૧૮૭ ૧૬ ૫૪
બોટાદ ૧૨૫ ૮૧ ૩ ૪૧
મહીસાગર ૧૮૬ ૧૨૮ ૨ ૫૬
ખેડા ૩૪૩ ૨૦૫ ૧૪ ૧૨૪
પાટણ ૨૯૪ ૨૦૩ ૧૯ ૭૨
જામનગર ૩૮૦ ૧૯૬ ૭ ૧૭૭
ભરૂચ ૪૫૮ ૨૪૬ ૧૧ ૨૦૧
સાબરકાંઠા ૨૬૫ ૧૭૨ ૮ ૮૫
ગીર સોમનાથ ૧૩૯ ૫૦ ૧ ૮૮
દાહોદ ૧૭૧ ૫૩ ૨ ૧૧૬
છોટા ઉદેપુર ૮૫ ૫૫ ૨ ૨૮
કચ્છ ૨૫૯ ૧૬૦ ૭ ૯૨
નર્મદા ૧૧૨ ૮૮ ૦ ૨૪
દેવભૂમિ દ્વારકા ૨૯ ૨૫ ૨ ૨
વલસાડ ૩૨૩ ૧૧૮ ૫ ૨૦૦
નવસારી ૨૮૦ ૧૫૧ ૨ ૧૨૭
જૂનાગઢ ૩૮૩ ૧૮૪ ૭ ૧૯૨
પોરબંદર ૩૦ ૨૧ ૨ ૭
સુરેન્દ્રનગર ૩૪૮ ૧૪૩ ૮ ૧૯૭
મોરબી ૧૦૦ ૪૩ ૩ ૫૪
તાપી ૫૦ ૨૩ ૦ ૨૭
ડાંગ ૭ ૪ ૦ ૩
અમરેલી ૧૮૦ ૮૮ ૮ ૮૪
અન્ય રાજ્ય ૮૮ ૫૨ ૧ ૩૫
કુલ ૪૩૭૨૩ ૩૦૫૫૫ ૨૦૭૧ ૧૧૦૯૭

ર૪ કલાકમાં નોંધાયેલા કેસ

જિલ્લા કેસ
સુરત ૨૯૧
અમદાવાદ ૧૬૭
વડોદરા ૭૬
ભાવનગ૨ ૪૫
સુરેન્દ્રનગર ૩૧
ભરૂચ ૨૮
ગાંધીનગર ૨૬
જૂનાગઢ ૨૫ રાજકોટ ૨૪
બનાસકાંઠા ૨૧
મહેસાણા ૨૧
દાહોદ ૧૯
જામનગર ૧૮
અરવલ્લી ૧૫
ખેડા ૧૫
આણંદ ૧૦
નવસારી ૧૦
જિલ્લા કેસ
મહિસાગર ૦૯
પાટણ ૦૯
પંચમહાલ ૦૮
સાબરકાંઠા ૦૮
ગીર-સોમનાથ ૦૭
કચ્છ ૦૭
તાપી ૦૭
મોરબી ૦૫
નર્મદા ૦૪
છોટાઉદેપુર ૦૩
બોટાદ ૦૨
પોરબંદર ૦૨
અમરેલી ૦૨
દેવભૂમિ દ્વારકા ૦૦
વલસાડ ૦૦
ડાંગ ૦૦
અન્ય રાજ્ય ૦૦