(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
રાજ્યભરમાં કાયદો માત્ર કાગળ પર રહે તે વ્યાજબી નહીં તેવી અરજદારે રજૂઆત કરી છે. ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તેવી જગ્યાઓએ ઠોસ કાર્યવાહી થાય તેવી અરજદારની માગણી છે. હાઈરાઈઝ બિલ્ડિંગ અને રાઈસ બિલ્ડિંગ માટેના ધારાધોરણોમાં બદલાવની જરૂરિયાત હોવાની પણ રજૂઆત છે. રાજ્ય સરકારનું કોર્ટમાં નિવેદન સુરતમાં બનેલી ઘટનાને સરકાર ગંભીરતાથી લઇ રહી છે. ફાયર સેફ્ટી એક્ટના અમલ બાબતે સરકારે ઘણા બધા પગલાં લીધા છે અને હજુ પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ સરકાર કાર્યવાહી કરી રહી છે. કોર્ટે આપેલી નોટિસને સરકારે સ્વીકારી છે.
આવી જ એક બીજી પિટિશન અગાઉ પણ દાખલ થઈ છે એટલે બંને પિટિશનની સુનાવણી ૧૦ તારીખે સાથે હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં લેવાનારા પગલા બાબતનો રિપોર્ટ રાજ્ય સરકાર ૧૦ ઓક્ટોબરના રોજ કોર્ટમાં સબમીટ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસિસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં ચારના મોત નીપજ્યા હતા. જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયા હતા. કુલ ૧૭નાં મોત નીપજ્યા હતા. જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સુનાવણી ૧૦ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.