અમદાવાદ,તા.૯
રાજયભરમાં પ્રિ-મોન્સુન એકિટવીટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજયના ૧૧ર તાલુકાઓમાં વરસાદ નોંધાયા બાદ પ૪ તાલુકાઓમાં મંગળવારના રોજ પણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જે પ૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તેમાં જૂનાગઢના માળિયા હાટિનામાં ર.૬ ઈંચ જેટલો વરસાદ પડયો છ. જયારે ડાંગના વધઈમાં ૧.૯ જયારે વલસાડના ધરમપુરમાં ૧.પ ઈંચ વરસાદ પડયો છે. જયારે ર૪ કલાકમાં રાજકોટના ગોંડલમાં ૩.૯, ભાવનગરના વલ્લભીપુરમાં ૩.૪, અમરેલીના સાવરકુંડલામાં ૩.ર, જૂનાગઢના ભેંસાણમાં ર.૯ અને અમદાવાદના ધોળકામાં ૧.૯ ઈંચ વરસાદ પડયો છે. જયારે રાજયમાં અનેક સ્થળોએ આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં પ્રિ-મોન્સુન એકિટવીટીને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાતું લો પ્રેશરને કારણે આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે. સાયકલોનિક સરકયુલેશનની અસરને પગલે ૧૦ અને ૧૧ જૂનના ભારે વરસાદની સંભાવના છે. જયારે આગામી પાંચ દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેશે.
ભાવનગર પંથકમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. મહુવા પંથક અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લઈ નદીઓમાં પુર આવ્યા છે. મહુવામાં દોઢ ઈંચ વરસાદ થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજુલામાં ધોધમાર વરસાદને પગલે બબેટાણા ગામની ધીયળ નદીમાં પુર આવ્યું હતું. ધારી અને ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જયારે ગીરના જંગલમાં પથી ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગીર વિસ્તારમાં સતત ત્રણ દિવસ વરસાદ થતા રાવલ નદીમાં પુર આવ્યું હતું. જયારે ગોંડલમાં પણ ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જયારે જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. જયારે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દક્ષિણ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જયારે ચોમાસુ જુનના મહિનાના ત્રીજા સપ્તાહમાં દસ્તક દે તેવી શકતા છે. જો કે હાલ તો સાયકલોનિક સરકયુલેશનને પગલે રાજયમાં વરસાદી માહોલ જોવા મળશે.