• અનેક સ્થળોએ પારો ૧૦થી ૧૩ની નજીક • ર૯ ડિસેમ્બર બાદ શરૂ થશે કાતિલ ઠંડી

અમદાવાદ, તા.રપ
રાજ્યમાં શિયાળો હવે પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. જ્યારે આગામી ર૯મી ડિસેમ્બરથી ઠંડી જોરદાર જોર બનાવશે. લોકોને ગાત્રો થીજવી દેતી ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. જો કે હાલ થકી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા તેમજ કાતિલ ઠંડી અને કાતિલ-ઠંડા સૂકા પવનોની અસરને કારણે સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે લોકો તીવું ઠડીના સપાટામાં આવી ગયાનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં ૧૦ દિવસ કરતાં વધુ સમય પહેલાં વાતાવરણમાં આવેલા પલટા બાદ નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે અન્ય અનેક સ્થળોએ તાપમાનનો પારો ૧રથી ૧૪ ડિગ્રીની નજીક રહેવા પામ્યો છે.
રાજ્યમાં શિયાળો જામ્યો છે ત્યારથી નલિયામાં પારો ૧૦ ડિગ્રીથી ઓછો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ નલિયાનું લઘુત્તમ તાપમાન ૭.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કેશોદમાં ૧૦.૪, ડિસામાં ૧૧.૭, કંડલા એરપોર્ટમાં ૧ર.૦, અમરેલીમાં ૧ર.૪, કંડલા પોર્ટમાં ૧ર.૭, ભૂજમાં ૧૩.૦, રાજકોટ, મ હુવા અને ગાંધીનગરમાં ૧૩.પ અને અમદાછાદમાં ૧૬.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાનમાં એકથી લઈ છ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પાંચે ૧૧થી ૧૩ ડિગ્રી નજીક રહેવા પામ્યો હતો. જ્યારે આગામી ર૯ ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર જામવાની આગાહી કરવામાં આવી છે. કોરોના કાળમાં હાલ લોકોને વિશેષ સાવચેતી રાખવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે કાતિલ ઠંડીનો દોર જામતાં લોકોએ અનેક પ્રકારની સાવધાની રાખવી પડશે. તેમજ ઠંડીથી બચવાના ઉપાયો હાથ ધરવા પડશે.