રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧,૪પ,૩૬ર, કુલ મોત ૩પરર • ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો સવા લાખને પાર

અમદાવાદ,તા.૬

રાજયમાં કોરોના મહામારીનો કહેર ઓછું થવાનું નામ  જ લે તો નથી. પરંતુ કોરોનાથી સાજા થતા  દર્દીઓનો આંકડો પણ  રાહત આપતો છે. રાજયમાં કોરોનાના વધુ ૧૩૩પ નવા કેસ નોંધાયા છે જેના સામે ૧૪૭૩ દર્દીઓ સાજા થયા છે. એટલે રાજયમાં કોરોનાના કુલ કેસ ૧.૪પ લાખને પાર થયા છે તો તેની સામે અત્યાર સુધી સવા લાખથી વધુ દર્દીઓ કોરોનાને હરાવી સાજા  થયા છે. વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૩૩૫ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૪૫,૩૬૨એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૦ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૫૨૨એ પહોંચ્યો છે. જ્યારે ૧૪૭૩ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૬.૧૬ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૧,૮૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૭૦, સુરત ૧૦૭, રાજકોટ કોર્પોરેશન ૧૦૪, વડોદરા કોર્પોરેશન ૮૪, જામનગર કોર્પોરેશન ૬૬, મહેસાણા ૪૯, રાજકોટ ૪૩, વડોદરા ૪૨, પાટણ ૩૭, અમરેલી ૩૩, ભરૂચ ૩૨, બનાસકાંઠા ૩૧, ભાવનગર કોર્પોરેશન ૨૮, જામનગર ૨૮, ગાંધીનગર કોર્પોરેશન ૨૬, પંચમહાલ ૨૪, ગાંધીનગર ૨૨, જુનાગઢ કોપોરેશન ૨૦, મોરબી ૧૯, કચ્છ ૧૮, સુરેન્દ્રનગર ૧૮, અમદાવાદ ૧૭, જુનાગઢ ૧૫, સાબરકાંઠા ૧૪, આણંદ ૧૩, ગીર સોમનાથ ૧૩, નર્મદા ૧૩, મહીસાગર ૧૨, તાપી ૧૧, નવસારી ૮, ખેડા ૭, અરવલ્લી ૬, ભાવનગર ૬, દાહોદ ૬, છોટા ઉદેપુર ૫, દેવભૂમિ દ્વારકા ૫, બોટાદ ૪, પોરબંદર ૨, વલસાડ ૨, ડાંગ ૧ મળી કુલ ૧૩૩૫ કેસો મળ્યા છે.જયારે મોતની વાત કરીએ તો  અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત ૩, ગાંધીનગર ૧, રાજકોટ ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે  કુલ ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૫૨૪૩ નાગરીકો સાજા થઈ ગયા છે.  જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૬,૫૯૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૫૦૬ સ્ટેબલ છે.