(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
રાજ્યમાં કોરોનાની મહામારી અને તેને લઈને બે માસથી વધુ સમય લાંબા લોકડાઉનને કારણે વેપાર-ઉદ્યોગ-ધંધાને કમરતોડ ફટકો પડ્યો છે. ત્યારે રાજ્યભરમાં વેપાર-ઉદ્યોગ-ધંધા પુનઃ ધબકતા થાય તે માટે ગુજરાત સરકારે રૂા.૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ આજે જાહેર કર્યું છે. આ પેકેજમાં દરેકને આવરી લેવાના દાવા સાથે પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ, અને વાહન કરમાં માફી-રાહત તથા જીઆઈડીસીમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન, હાઉસિંગ સેક્ટરમા સબસિડી, કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાહત-સહાય તેમજ સ્વરોજગાર ક્ષેત્રે ધિરાણ-વ્યાજ સહાય વગેરેની જાહેરાતો કરવામાં આવી છે.
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટીની રચના ઈકોનોમિક રિવાઈવલની ભલામણો સૂચવવા કરી હતી. આ કમિટીએ તેનો ઈન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલા આપ્યો હતો. આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠો, સચિવો, આગેવાનો, ઉદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજ વર્ગોના પ્રતિનિધિઓ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો બાદ આ પેકેજ જાહેર કરાયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પેકેજ સમાજના કોઈ એકલ-દોકલ વર્ગ કે વ્યક્તિઓને નહીં પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઉદ્યોગ, ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું ‘સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળું પેકેજ છે. મુખ્યમંત્રીએ જાહેર કરેલા રૂા.૧૪,૦રર કરોડના આત્મનિર્ભર પેકેજમાં અગત્યની જાહેરાતોમાં જોઈએ તો સૌપ્રથમ પ્રોપર્ટી ટેક્ષ, વીજ બિલ અને વાહન કરમાં રૂા.ર૩૦૦ કરોડની માફી અને રાહતો જાહેર કરાઈ છે જેમાં વાણિજ્યિક એકમોને વર્ષ ર૦ર૦-ર૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણામાં ર૦ ટકાની માફી અપાશે જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ર૦ર૦-ર૧ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ જો ૩૧ જુલાઈ ર૦ર૦ સુધી ચૂકવવામાં આવશે તો ૧૦ ટકાની માફી આપવામાં આવશે. માસિક ર૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બિલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂા.૬પ૦ કરોડના વિજ બિલ માફીનો લાભ રાજ્યના આશરે ૯ર લાખ વીજ ગ્રાહકોને મળશે. અંદોજ ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે એલટી વીજ કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકોને વિજ બિલમાં મે ર૦ર૦નો ફિસ્ક્ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત વીજળીનું HT‌ (ઔદ્યોગિક) કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકોને મે ર૦ર૦ના ફિક્સ ચાર્જિસનું રૂા.૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચર્જિસના ચૂકવણા માટે મુદ્દત વધારી સદર રકમ સપ્ટેમ્બર ર૦ર૦થી ડિસેમ્બર ર૦ર૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચૂકવવાની છૂટ આપવામાં આવે છે. વિવિધ નાની દુકાનો જેવી કે કરિયાણા, કાપડ, રેડિમેઇડ કપડા, મેડિક્લ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી તથા મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ સહિતની ઓફિસોમાં પણ ભારે નુકસાન થયેલ હોઈ તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જૂન, જુલાઈ અને ઓગસ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ર૦ ટકાથી ઘટાડી ૧પ ટકા કરવામાં આવશે. ખાનગી લક્ઝરી બસો તથા જીપ, ટેક્સી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઈ હોઈ તેમને ૧લી એપ્રિલ ર૦ર૦થી ૩૦ સપ્ટેમ્બર ર૦ર૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્સ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂા.૭૬૮ કરોડની કેપિટલ અને વ્યાજ સબસિડીનું ૩૧ જુલાઈ, ર૦ર૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે. રાજ્યના ૩ર૦૦ કરતા વધુ વેપારીઓને રૂા.૧,ર૦૦ કરોડનું પડતર વેટ અને જીએસટી રિફંડ ૩૧ જુલાઈ ર૦ર૦ સુધીમાં ચૂકવવામાં આવશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ર૦૧૬-૧૭ અને તા.૧/પ/ર૦૧૭ સુધીની આકારણી કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેંચવામાં આવશે. આ સિવાય પણ વેટમાં કેટલીક રાહતો આપવામાં આવી છે. જીઆઈડીસીના ઉદ્યોગકારોને આર્થિક પ્રોત્સાહન માટે તેઓના બાકી લેણા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચૂકવણાના વ્યાજની રકમ પ૦ ટકા માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦ ટકા માફી મેળવવા માટે તમામ ચૂકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ ઉપરાંત જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગો માટે દંડ, વ્યાજ વગેરેમાં રાહત આપવા સાથે સહાય અને વહીવટી સરળતા વગેરેની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હાઉસિંગ સેક્ટરમાં મોટાભાગના વર્ગનો સમાવેશ થયેલ હોઈ ખાસ રાહત જાહેેર કરી છે. હાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ, ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે. આથી, બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં એક લાખ સાઇઠ હજાર મકાનો માટે રૂપિયા ૧૦૦૦ કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે, તો પશુપાલન અને મત્સ્યઉદ્યોગમાં રૂા.૧૧૯૦ કરોડની રાહત સહાય જાહેર કરાઈ છે જેમાં ખેડૂતોના વ્યાજ રાહત, આર્થિક સહાય. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.૨૦૦કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત અન્ય વિવિધ રૂા.પ૦૪૪ કરોડની રાહતો પણ જાહેર કરાઈ છે.

 

આત્મનિર્ભર પેકેજની હાઈલાઈટ્‌સ

વિગત સહાય/રાહત (રૂા.કરોડમાં)
દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ૬૦૦
દવાખાનાઓ અને નર્સિંગ હોમ્સ વગેરેને
વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ર૦ ટકાની રાહત
રહેણાક મિલકતોના ૩૧ જુલાઈ ર૦ર૦ સુધી ૧૪૪
ચૂકવવાના થતાં વર્ષ ર૦ર૦-ર૧ના પ્રોપર્ટી ટેક્સમાં
૧૦ ટકાની રાહત
માસિક ર૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ ૬પ૦
કરનાર રહેણાક વીજ ગ્રાહકોનું વીજળી બિલમાં
૧૦૦ યુનિટની માફી
વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ર૦૦
ટ્રાન્સમિશન વીજ કનેક્શન ધરાવતા ગ્રાહકોને વીજ
બિલમાં મે ર૦ર૦નો ફિક્સ્ડ ચાર્જ માફી
નાની દુકાનો કરિયાણા, કાપડ, રેડિમેઈડ કપડા, ૮૦
મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી
વગેરેને જૂન, જુલાઈ અને ઓગસ્ટના એમ ત્રણ મહિના માટે
લાગતો વીજકર ર૦ ટકાથી ઘટાડી ૧પ ટકા
હાઈ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જિસના મે મહિનાના ૪૦૦
ચૂકવણાની મુદ્દતમાં વધારો કરી સદર રકમ સપ્ટેમ્બર ર૦ર૦થી ડિસેમ્બર
ર૦ર૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચૂકવવાની છૂટ
લક્ઝરી સહિતની કોન્ટ્રાક્ટ કેરેજ બસો તથા મેક્સી કેબ-ટેક્ષી રર૧
વગેરેને એપ્રિલ ર૦ર૦થી સપ્ટેમ્બર ર૦ર૦ સુધી ૬ મહિનાના
ટેક્ષ ભરવામાં માફી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે હંગામી ધોરણે ફિક્સ્ડ વીજ પ
બિલને માફી
ટેક્ષટાઈલ ઉદ્યોગોને કેપિટલ અને વ્યાજ સબસિડીનું ચૂકવણું ૪પ૦
મેગા ઈન્ડસ્ટ્રીઝને પણ કેપિટલ અને વ્યાજ સબસિડીનું ચૂકવણું ૧પ૦
સોલર રૂફ ટોપ યોજના ૧૯૦
ગુજરાત એગ્રો-ઈન્ડ સ્ટ્રીઝ કોર્પોરેશનના માધ્યમથી એગ્રો ૯૦.૦૦
એન્ડ ફૂડ પ્રોસેસિંગ એકમોને કેપિટલ અને વ્યાજ સબસિડી
જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતાં ૪૧.૧૦
તા.૩૧/૩/ર૦ર૦ તથા ૩૦/૬/ર૦ર૦ના હપ્તાની ચૂકવણીનો
સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે તેમજ
વિલંબિત ચૂકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસૂલાત નહીં
અને બાકીના સમયગાળા માટે વિલંબિત ચૂકવણીના વ્યાજની
વસૂલાત ૭ ટકા રાહત દરે
ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબિત વ્યાજ માફીની સમયમર્યાદા ૩.૩૧
૩૦ જૂન, ર૦ર૦ સુધી વધારાશે
ચાલુ વર્ષ ર૦ર૦-ર૧ માટે વણવપરાશી રહેલ પ્લોટનો દંડ ૬૦
વસૂલ લેવાનો રહેશે નહીં
નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચૂકવણીમાં સુવિધા માટે ૧૬.૧ર
ત્રિમાસિક હપ્તાઓમાં ચૂકવણું કરી શકાશે. તેમજ તેમનું હાલનું
વ્યાજ દર ૧ર ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાશે
કોવિડ-૧૯ને કારણે જીઆઈડીસીએ માર્ચ અને એપ્રિલના ૧.૩ર
પાણીના બિલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ
જીઆઈડીસીના ઉદ્યોગકારોના બાકી લેણા માટે વન-ટાઈમ- ૧૩૩.૦૦
સેટલમેન્ટ યોજના અમલમાં મૂકાશે, વિલંબિત ચૂકવણાના
વ્યાજની રકમ પ૦ ટકા માફી અને દંડનીય વ્યાજની રકમ ૧૦૦ ટકા માફી
જીઆઈડીસીના નોટિફાઈડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના ૯પ.૦૦
તમામ વિલંબિત ચૂકવણાના વ્યાજ ઉપર પ૦ ટકા વ્યાજ માફી
ર વર્ષ કરતાં વધુ સમય માટે બંધ ઉદ્યોગો માટે વણવપરાશી દંડ ૪૦.૪ર
પ્રતિ વર્ષ ર૦ ટકાના સ્થાને ફક્ત પ ટકા વસૂલ કરવામાં આવશે
એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ૧૦૦૦ કરોડ
ચેતનવંતુ બનાવવામાં આવશે
પાક ધિરણા : ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ પાક ધિરાણ ૪૧૦.૦૦
ઉપરનું ૩ ટકા વ્યાજ ભારત સરકાર અને ૪ ટકા વ્યાજ રાજ્ય
સરકાર ચૂકવશે
દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને ૬૬.પ૦
રૂા.૯૦૦ લેખે વાર્ષિક રૂા.૧૦,૮૦૦ની આર્થિક સહાય
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં ૩પ૦
નાના ગોડાઉન બનાવવા એકમ દીઠ રૂા.૩૦,૦૦૦ સહાય
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂા.પ૦
હજારથી ૭પ હજાર સુધીની સહાય પ૦
કુદરતી આફતો સમય ખેત પેદાશોનો રક્ષણ માટે બજાર ૧૦૦
સમિતિઓને પ૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા
ગોડાઉન બનાવવા સહાય
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ ર૦૦
મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય
બીજ વગેરે ૪૦ ઈનપુટ સાધનો ખરીદવા માટે સહાય
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, ૩૦૦
મધ્યમવર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂા.૧ લાખથી
વધુ અને મહત્તમ રૂા.ર.પ૦ લાખની મર્યાદામાં ધિરાણ
મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે ર૦૦
વ્યાજ સહાય
લારીવાળાઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા ૧૦
મોટી સાઈઝની છત્રીઓ અપાશે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા પ૦
તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી
ખર્ચમાં સહાય
બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે ૬
બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂા.ર૭,પ૦૦ અપાશે
જે આદિવાસી શ્રમિકોનું પોતાનું આવાસ નથી તેવાઓને ૩પ૦
વતનમાં પાકું ઘર બનાવવા દરેકને રૂા.૩પ હજારની સબસિડી